Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

૨૦૨૮માં કોમનવેલ્‍થમાં મેન્‍સ ક્રિકેટની એન્‍ટ્રી!

જો કે અંતિમ નિર્ણય આવતા વર્ષેઃ કુલ ૨૮ રમતોનો સમાવેશ

નવી દિલ્‍હીઃ કોમન વેલ્‍થમાં ક્રિકેટની વાપસી બાદ ઓલિમ્‍પિકમાં ક્રિકેટને સામેલ કરવાની ચર્ચાએ જોર પકડયું છે. આંતરરાષ્‍ટ્રીય ઓલિમ્‍પિક સમિતિ ૨૦૨૮ની ઓલિમ્‍પિકની આવૃતિમાં ક્રિકેટ સહિત અન્‍ય આઠ રમતોના સમાવેશની સમીક્ષા કરશે. ૨૦૨૮માં ઓલિમ્‍પિક ગેમ્‍સ લોસ એન્‍જલસમાં યોજાશે. ૨૦૨૮ લોસ એન્‍જલસ ઓલિમ્‍પિકની આયોજક સમિતિએ આઇસીસીને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. ઓલિમ્‍પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવો કે કેમ તેનો અંતિમ નિર્ણય  ૨૦૨૩માં આવશે. આઇસીસી અને ઇંગ્‍લેન્‍ડ ક્રિકેટ બોર્ડના પ્રયાસોને કારણે ૨૦૨૨ની કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ઓલિમ્‍પિકની ૨૦૨૮ની આવૃતિમાં સામેલ કરવામાં આવી શકે છે અને આઇઓસી તેની સમીક્ષા કરી રહી છે. બેઝબોલ, ફલેગ ફૂટબોલ, બ્રેક ડાન્‍સિંગ, કરાટે, કિકબોકિસંગ, સ્‍ક્રવોશ, લેક્રોસ અને મોટરસ્‍પોર્ટનો સમાવેશ થઇ શકે છે. ઓલિમ્‍પિક સમિતિએ જણાવ્‍યું હતું કે ૨૦૨૮ની ઓલિમ્‍પિક ગેમ્‍સમાં યુવાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીને કુલ ૨૮ રમતોનો સમાવેશ કરવામાં આવશે. નવી રમતોના સમાવેશને લઇને સમિતિએ કહ્યું હતું કે એ જોવાનું રહેશે કે નવી રમતો ઓલિમ્‍પિકમાં  ફિટ થાય છે કે નહી.આઇસીસીનું માનવું છે કે ઓલિમ્‍પિકમાં ક્રિકેટનો સમાવેશ થવો જોઇએ.આઇસીસીના સીઇઓ જ્‍યોફ એલાર્ડિસે કહ્યું છે કે કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ક્રિકેટનો ક્રેઝ અને આકર્ષણ સૌથી વધુ રહ્યું છે. મલ્‍ટીસ્‍પોર્ટસ ઇવેન્‍ટ્‍સમાં રમવું એ પણ ખેલાડીઓ માટે રોમાંચજનક રહ્યું છે. જો કે કોમનવેલ્‍થ ગેમ્‍સમાં માત્ર મહિલા ક્રિકેટનો જ સમાવેશ કરવામાં આવ્‍યો છે. ઓલિમ્‍પિકમાં મહિલા અને પુરૂષ ક્રિકેટ બંનેનો સમાવેશ થવાની ધારણા છે.

(3:26 pm IST)