Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ક્રિકેટ રસિયાઓ આનંદો :ટી--20 વર્લ્ડકપની તારીખ જાહેર : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મુકાબલો

UAE અને ઓમાનમાં ટી-20 વિશ્વકપ રમાશે :ભારત-પાકિસ્તાન બન્ને એક જ ગ્રુપમાં રહેશે

નવી દિલ્હી :  UAE અને ઓમાનમાં ટી-20 વિશ્વકપ રમાશે જેમાં ભારત-પાકિસ્તાન બન્ને એક જ ગ્રુપમાં રહેશે. 2 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ટી-20 વર્લ્ડકપ રમાશે. ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાનની સાથે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન રહેશે જ્યારે ગ્રુપ 1માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને વે.ઈન્ડિઝ રમશે. આ પહેલા ભારતમાં ટી-20 વિશ્વકપ રમાવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ પરંતુ કોરોનાના કારણે હવે UAE અને ઓમાનમાં રમાશે.

(12:12 am IST)