Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નિરજ ચોપડા પડી ગયો છતા જીત્‍યો ગોલ્‍ડ

નવી દિલ્‍હી : ભાલાફેંકમાં ભારતના ઓલિમ્‍પિકસ ગોલ્‍ડ વિજેતા નીરજ ચોપડાએ કહ્યું કે ‘ખરાબ વાતાવરણ છતાં મે રાબેતા મુજબ તાલીમ ચાલુ રાખી છે અને  ૩૦ જૂને સ્‍ટોકહોમમાં યોજાનારી સૌપ્રથમ ડાયમન્‍ડ લીગ કોમ્‍પિટિશનમાં હું ગોલ્‍ડ મેડલ જીતવા મકકમ છું.' ગયા અઠવાડીયે એક સ્‍પર્ધામાં સિલ્‍વર મેડલ જીતવા ઉપરાંત પોતાનો જ નવો રાષ્‍ટ્રીય વિક્રમ રચનાર નીરજ ફિનલેન્‍ડમાં કયોરટેન ગેમ્‍સની હરીફાઇમાં એક પ્રયાસ દરમ્‍યાન પડી જવા છતાં પછીથી તે એ હરીફાઇમાં ૮૬.૬૯ મીટરના થ્રો સાથે સુવર્ણચંદ્રક જીત્‍યો હતો અને હવે ૩૦ મી એ પણ ચેમ્‍પિયન બનવા સંકલ્‍પિત છે.

(4:04 pm IST)