Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ભાગ લેશે? સસ્પેન્શ જારી

પાકિસ્તાનમાં રમાનાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એશિયા કપ અને ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમની આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહિ તે અંગે સસ્પેન્સ જારી છે.  આ ટૂર્નામેન્ટને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ટીમ ઈન્ડિયા તેમાં ભાગ લેશે કે નહીં.  ટીમ ઈન્ડિયા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ બંનેમાં સામેલ થઈ છે.  જોકે, પાકિસ્તાનમાં યોજાનારી બે મોટી ઈવેન્ટને લઈને ભારતીય ક્રિકેટ ટીમની સંડોવણી અંગે શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ ઈવેન્ટમાં ભાગ લેતા પહેલા સુરક્ષાના કારણોસર ભારત સરકારની પરવાનગી લેવી જરૂરી છે.  એક દાયકાથી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે ખરાબ રાજકીય સંબંધોને કારણે દ્વિપક્ષીય શ્રેણી પણ રમી નથી.  અત્યાર સુધી બંને ટીમો ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સાથે ટકરાતી રહી છે. 

(11:42 am IST)