Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

બોકસીંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાની ટીમમાં બોલર સ્કોટ બોલેન્ડનો સમાવેશ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬ ડિસેમ્બરથી શરૂ થનારી બોકિંસગ ડે ટેસ્ટ માટે એશિઝ ટીમમાં ૩૨ વર્ષીય ઝડપી બોલર સ્કોટ બોલેન્ડનો સમાવેશ કર્યો છે.  જેણે અત્યાર સુધી ૧૪ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમ્યા છે.  આ સાથે બોલેન્ડ ઓસ્ટ્રેલિયન ફર્સ્ટ-કલાસ ક્રિકેટમાં શાનદાર બોલર રહ્યો છે.  તેણે ૭૯ મેચમાં ૨૭૨ વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા ટીમઃ પેટ કમિન્સ (સી), એલેકસ કેરી, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઈકલ નેસર, જે રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વીપ્સન, ડેવિડ વોર્નર, સ્કોટ બોલેન્ડ

(3:01 pm IST)