Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઇંગ્લેન્ડની ચીંતામાં વધારોઃ જોફ્રા આર્ચર લાંબો સમય બહાર રહેશે

નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડની હાલત ખરાબ છે. અત્યાર સુધી બંને ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન તેના માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. આ ટીમનો એક મુખ્ય બોલર ઈજાના કારણે આવતા ઉનાળા સુધી બહાર થઈ ગયો છે.  આ ખેલાડીનું નામ જોફ્રા આર્ચર છે.  આર્ચરને કોણીમાં ઈજા છે, જેના કારણે તે આગામી ઉનાળા સુધી ક્રિકેટ રમી શકશે નહીં.  ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.  બોર્ડે જણાવ્યું છે કે તાજેતરમાં તેનું બીજું ઓપરેશન થયું છે અને તેથી જ તેને સાજા થવામાં સમય લાગશે. 

(3:01 pm IST)