Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ટોક્યો ઓલિમ્પિકમાં ન રમવાથી નિરાશ થયો કિદામ્બી શ્રીકાંત

નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે કહ્યું કે તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ થયા પછી નિરાશ થયો હતો, પરંતુ તેણે પોતાને કહ્યું કે તેનાથી વિશ્વનો અંત આવશે નહીં. કોવિડ-19 રોગચાળાને કારણે ઈજા અને અનેક ક્વોલિફાયર ટુર્નામેન્ટ રદ થવાને કારણે શ્રીકાંત ટોક્યોની ટિકિટ કાપવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને પોતાનામાં વિશ્વાસ હતો કે તેનો સમય આવશે અને તેણે આ દિશામાં પોતાની મહેનત ચાલુ રાખી. વર્લ્ડ ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ ઈવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ તેની મહેનતનું પરિણામ છે.

(5:03 pm IST)