Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

રોમાંચક મુકાબલામાં પાક.ને હરાવીને ભારતે બ્રોન્ઝ જીત્યો

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાયનલમાં ભારત હાર્યું હતું :નિયમિત સમયમાં મેચ ૨-૨થી ડ્રો રહ્યા બાદ વધારાના સમયમાં ભારતીય ટીમે ૪-૩થી મોચ જીતી લીધી હતી

દુબઈ, તા.૨૨ : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. મંગળવારે સેમિફાઇનલમાં હાર્યા બાદ બંને ટીમો ત્રીજા સ્થાન માટે મેદાનમાં ઉતરી હતી. મેચના ફૂલ ટાઈમ સુધી મેચ ૨-૨ થી બરોબર રહી હતી. વધારાના સમયમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીત મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. છેલ્લી ૧૫ મિનિટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. વધારાના સમયની શરૂઆતમાં વરૂણે ગોલ કરીને ટીમને ૩-૨થી આગળ કરી હતી. આ પછી આકાશદીપે લલિતના પાસ પર પાકિસ્તાની ગોલકીપરને ફટકારીને તફાવત ૪-૨ કર્યો હતો. આ પછી પાકિસ્તાન તરફથી એક ગોલ થયો હતો. આ પછી ટીમે પૂરી તાકાત લગાવી હતી પરંતુ તે ભારત સામે બરોબરી હાંસલ કરી શકી નહોતી. મેચનું પરિણામ ૪-૩થી ભારતની તરફેણમાં ગયું અને પાકિસ્તાનની ટીમ નિરાશ થઈને પરત ફરી.
બુધવારે ત્રીજા સ્થાન માટેની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. પ્રથમ હાફમાં આક્રમક રમત બતાવતા ભારતે શરૂઆતની મિનિટોમાં જ પહેલો ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા હરમનપ્રીત સિંહે ટૂર્નામેન્ટનો આઠમો ગોલ કરીને ભારતને પાકિસ્તાન પર સરસાઈ અપાવી હતી. પાકિસ્તાન માટે અરફાઝે ગોલ કરીને ટીમને બરાબરી કરાવી હતી. પ્રથમ ક્વાર્ટર મેચ ૧-૧થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
બીજા હાફમાં પણ ભારતીય ટીમે સારી રમત ચાલુ રાખતા પાકિસ્તાની ગોલ પોસ્ટ પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું. ભારતને પેનલ્ટી કોર્નર પણ મળ્યા પરંતુ ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નહીં. અહીં પાકિસ્તાનની ટીમને સફળતા મળી જ્યારે અબ્દુલ રાણાએ ૩૩મી મિનિટે આ ગોલ કરીને ટીમની મેચમાં પાછા ફરવાનમી આશા ઊભી કરી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા સુમિતે શાનદાર રમત રમીને ગોલ પાકિસ્તાનની ગોલપોસ્ટમાં નાખ્યો હતો. આ સાથે ભારતે મેચમાં ૨-૨ની બરાબરી કરી લીધી હતી.

 

(8:09 pm IST)