News of Saturday, 10th October 2026
'ધુરંધર: ધ રિવોન્જ' ગ્રેમી એવોર્ડ્સની રેસમાં: શાશ્વત સચદેવના સંગીતનો આંતરરાષ્ટ્રીય મંચ પર ડંકો
૬૯મા ગ્રેમી એવોર્ડ્સમાં ૮ થી ૯ કેટેગરીમાં એન્ટ્રી મોકલાઈ; અરિજિત સિંહનું 'ફિર સે' અને 'આરી આરી' સહિતના ગીતો દાવેદારીમાં

નવી દિલ્હી: રણવીર સિંહ સ્ટારર સુપરહિટ સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર: ધ રિવોન્જ' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય સંગીત ક્ષેત્રે પણ મોટી સફળતા તરફ કદમ વધાર્યા છે. પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર શાશ્વત સચદેવ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ફિલ્મનું સાઉન્ડટ્રેક આલ્બમ ૬૯મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ (Grammy Awards) ની વિચારણા (Consideration) માટે ઓફિશિયલી સબમિટ કરવામાં આવ્યું છે.
ફિલ્મના નિર્માતાઓ (B62 સ્ટુડિયોઝ અને જિયો સ્ટુડિયોઝ) દ્વારા સોશિયલ મીડિયા પર આ ગૌરવપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. આ ફિલ્મનું સંગીત સાઉન્ડટ્રેક કુલ ૮ થી ૯ અલગ-અલગ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યું છે, જે ગ્લોબલ મ્યુઝિક પ્લેટફોર્મ પર ભારતીય સંગીત માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
કઈ કેટેગરીમાં કયા ગીતો છે રેસમાં?
ગ્રેમી એવોર્ડ્સની 'ફોર યોર કન્સિડરેશન' (FYC) કેમ્પેઇન હેઠળ શાશ્વત સચદેવના આલ્બમ અને તેના વિવિધ હિટ ગીતોને વૈવિધ્યસભર કેટેગરીમાં સ્થાન મળ્યું છે:
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
