Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમદાવાદ :કાંકરિયા લેક ખુલ્લુ મુકાયું: પહેલાં દિવસે 2 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

બાળવાટિકા અને બટરફ્લાય પાર્ક પણ શરૂ કરી દેવાયા

અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે કાંકરિયા લેક ખુલ્લું મુકવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનાથી બંધ કાંકરિયા લેક ખુલતાની સાથે જ પહેલા દિવસે 2 હજારથી વધારે મુલાકાતીઓ આવ્યા હતા. કાંકરિયામાં લેક, બાળવાટિકા તેમ જ બટરફ્લાય પાર્ક પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વિવિધ રાઈડ્સ, અટલ એક્સપ્રેસ, કિડ્સ સિટી સહિતના મનોરંજનો જેવા બાકીના આકર્ષણના કેન્દ્ર હજી પણ બંધ રાખવામાં આવ્યા છે.

 મુલાકાતીઓ માટે કાંકરિયાના 7 ગેટમાંથી 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેમાં ગેટ નંબર 1, 3 અને 4નો સમાવેશ થાય છે. બટરફ્લાય પાર્ક અને બાળવાટિકામાં એક સાથે સો લોકોને પ્રવેશ આપવામાં આવશે અમદાવાદની શાન ગણાતું કાંકરિયા લેક ગુરુવારથી ખુલતા જ મુલાકાતીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

(10:16 am IST)