Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમદાવાદમાં કોરોના કાબુમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો : માત્ર ર-કન્ટેન્મેન્ટ વિસ્તારો વધ્યા : ગુજરાતમાં પણ કોરોના કેસ ઘટ્યા

 

અમદાવાદ : અહીં ગઇકાલની સંખ્યામાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. માત્ર કન્ટેન્ટમેન્ટ વિસ્તારો વધ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસ ઘટ્યા છે.

અંગે વધુ વિગતો જોઇએ તો અમદાવાદમાં કુલ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનો આંકડો 197 પર પહોંચ્યો હતો. તેમાં આજે માત્ર 7 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા. નવા ઉમેરાયેલા વિસ્તારોમાં સૈથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના બંબે વિસ્તારોનો સમાવેશ થાય છે. આજે દૂર કરાયેલા વિસ્તારો કરતાં નવા ઉમેરાયેલા વિસ્તારોનો આંકડો સામાન્ય રીતે વધુ છે. મતલબ કે આ આંકડાઓ ઉપરથી અમદાવાદમાં કોરોના કાબૂમાં આવતો જતો હોવાનું દેખાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ(Corona case)ને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 197 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા.

જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 197 વિસ્તારોમાંથી 5 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 192 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 199 પર પહોંચ્યો છે.

નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનમાં બબ્બે વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયા છે. જેમાં મણિનગર, જોધપુર, દરિયાપુર, નવાવાડજ, નારણપુરા તથા ચાંદલોડિયા વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 3જી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(10:39 pm IST)