Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

મુખ્ય પાકોનું ૧૦૦ ટકાથી વધુ વાવેતરઃ ફેબ્રુઆરીમાં બજારમાં ઠાલવાશે

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચણાનુ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઘઉંનુ વધુ વાવેતરઃ દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક મોખરે

રાજકોટ, તા. ૧૫ :. ગુજરાતમાં મુખ્ય ગણાતા એક ડઝન જેટલા પાકોનું આ વખતે ૧૦૦ ટકાથી વધુ વાવેતર થયુ છે. રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તાર અને છેલ્લા ૩ વર્ષની સરખામણીએ થયેલ વાવેતરના આધારે ટકાવારી ગણવામાં આવે છે. ઘઉં, ચણા, જીરૃ જેવા પાકો ફેબ્રુઆરીમાં બજારમાં આવવા લાગશે. કોઈ અણધાર્યુ કારણ ન સર્જાય તો ચણાનુ ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થશે. રાજ્યમાં બધા પાકોનું મળી ૧૩૨ ટકા જેટલુ વાવેતર થયુ છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૩૬૮૬ હેકટરમાં ઘઉંનુ વાવેતર થયુ છે. મધ્ય ગુજરાતમાં ૩૬૧૮ હેકટરમાં ઘઉં વાવવામાં આવ્યા છે. તે ઝોનનુ સૌથી વધુ વાવેતર છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૬૦૫૫ હેકટરમાં ચણાનુ વાવેતર થયુ છે. ૫૧૧૪ હેકટરમાં વાવેતર સાથે ઘઉં બીજા ક્રમે છે. સૌરાષ્ટ્રમાં જીરૃ ૨૭૩૪ અને ધાણા ૧૩૬૭ હેકટરમાં વાવવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૯૮૦ હેકટરમાં શેરડી વાવવામાં આવી છે, ત્યાં ઘઉ માત્ર ૨૮૭ હેકટરમાં વાવવામાં આવ્યા છે. તમાકુનુ વાવેતર ૮૮૨ હેકટરમાં મધ્ય ગુજરાતમાં થયુ છે. ગયા સારા ચોમાસાના કારણે આ વખતે રવિ (શિયાળુ) પાકના વાવેતરમાં જબ્બર વધારો છે.

કયા પાકની કેટલી વાવણી ?

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષની સરખામણીએ નોર્મલ વિસ્તારમાં થતા વાવેતરની ટકાવારીએ આ વર્ષે વધુ વાવેતર થયુ છે. ટકાવારી નીચે મુજબ છે.

પાક

વાવેતરના ટકા

ઘઉં

૧૨૪.૯૨

ચણા

૨૭૫.૫૪

રાઈ

૧૦૯.૨૯

શેરડી

૧૩૬.૭૪

તમાકુ

૧૦૬.૪૭

જીરૃ

૧૧૫.૪૬

ધાણા

૨૨૪.૧૪

લસણ

૧૧૭.૨૧

વરીયાળી

૧૦૨.૯૭

ડુંગળી

૧૪૪.૫૧

બટેટા

૧૦૧.૮૫

શાકભાજી

૧૧૫.૮૯

ઘાસચારો

૧૧૨.૦૫

(1:47 pm IST)