Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દેત્રોજ તાલુકાના કટોસણ રોડ ખાતે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

દેત્રોજ ભાજપના હોદ્દોદારો, કાર્યક્રતાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના લોકપ્રિય નેતાઓમાં જેની ગણના થાય છે, તેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તારીખ 14 થી 20 સપ્ટેમ્બર સુધી જુદા જુદા સેવાકીય કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના દરેક મંડળ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેત્રોજ તાલુકાના કટોસણ રોડ મુકામે બુધવારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં દેત્રોજ તાલુકાના ભાજપના કાર્યકરો કટોસણ રોડ મુકામે એકત્ર થઈને બજારમાં સફાઈ કામ કરેલ છે. આ કાર્યક્રમમાં લક્ષ્મણસિંહ સોલંકી, નરેન્દ્રભાઈ પટેલ,  રસિકલાલ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, કિરીટસિંહ સોલંકી. અબાસણા, બટુકસિંહ , બટુકસિંહ દેકાવાળા, શંભુભાઈ પટેલ, આનંદીબેન પટેલ, હેમાબેન વ્યાસ, બાબુજી ઠાકોર, હરુભા સોલંકી રમેશજી ઠાકોર, દાનભા ઝાલા, લાલભાઇ ડેલીગેટ તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(3:15 pm IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST