Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ચોકબજાર ખાતે ગાંધી પ્રતિમા પાસે સાંજે મોટી મોટી સંખ્યામાં યુથ કોગ્રેસના આગેવાનો એકઠા થયા

સુરતમાં કિસાન બિલ સામે મશાલ સળગાવી યુથ કોગ્રેસનો વિરોધ :પોલીસ દ્વારા અટકાયત

સુરતઃ હાલમાંજ કેન્દ્ર સરકાર દ્વારા કિસાન બિલ  બહુમતીથી સદનમાં મંજૂર કરી લીધું હતું. હાલમાં પંજાબ અને હરીયાણા  ખાતે તેનો ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જયારે બીજી બાજું કોગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવી રહાયો છે. યુથ કોગ્રેસ દ્વારા અલગ અલગ રીતે કિસાન બિલનો વિરોધ કરી રહ્યા  છે

યુથ કોગ્રેસ દ્વારા મશાલ સળગાવી ભાજપ સરકાર દ્વારા સદનમાં મંજૂર કરવામાં આવેલા કિસાન બિલનો વિરોધ કર્યો હતો. પરંતુ કોગ્રેસ દ્વારા વિરોધ કરતાની સાથેજ પોલિસ દ્વારા તેમની ધડપકડ કરી લેવામાં આવી હતી. સુરત ચોકબજાર ખાતે આવેલ ગાંધી પ્રતિમા પાસે આજે સાંજે મોટી મોટી સંખ્યામાં યુથ કોગ્રેસના આગેવાનો એક સાથે ભેગા થયા હતા અને તેમના દ્રારા કિસાન બિલનો વિરોધ કર્યો હતો.

(12:12 am IST)
  • દિપીકા પાદુકોણને પુછપરછ પહેલા બેચૈની થવા લાગીઃ પતિ રણવીરસીંહે નાર્કોટીક બ્યુરોને અપીલ કરી કે મને દિપીકાની સાથે રહેવા દયો access_time 11:32 am IST

  • જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠારઃ ઓપરેશન શરૂ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતે આંતકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. access_time 11:29 am IST

  • બપોરે ૧૨-૩૦ વાગ્યે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થશે સાથોસાથ ગુજરાતની પેટાચૂંટણીઓની તારીખ પણ જાહેર થશે access_time 10:48 am IST