Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પાંચ દિવસ રાજયમાં સામાન્ય વરસાદની આગાહી : સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે

રાજયમાં સીઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે

ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે. રાજ્યમાં સરેરાશ 134 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
  રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજયમાં સીઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે.
   આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલબ થશે એવું હવામાન વિભાગનું અુમાન છે.
બીજા બાજુ થોડા દિવસથી પડી રહેલ વરસાદને પગલે ભાવનગરના મહુવાનો માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મહુવા તાલુકામાં સારા વરસાદના પગલે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.

(6:35 pm IST)
  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • બિહારમાં ચૂંટણીઓ ટાળવા માટે સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યોઃ ચૂંટણી પંચ નિર્ણય લેવામાં સક્ષમઃ સર્વોચ્ચ અદાલત : દેશમાં વ્યાપેલા કોરોના સંક્રમણને કારણે બિહારની ચૂંટણી ટાળવા સુપ્રિમમાં થયેલ અરજી ઉપર ચુકાદો access_time 11:57 am IST