Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

૩૨ સિંગર્સની અવાજમાં ગીતો ગાઈ શકતા હતા : પાટણ લોકસભાના પૂર્વ સાંસદ અને ગુજરાતી ફિલ્મોના મ્યૂઝિક ડિરેક્ટર મહેશનું લાંબી માંદગી બાદ નિધન થયું

અમદાવાદ,તા.૨૫ : ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું આજે ગાંધીનગર ખાતે દુઃખદ નિધન થયું છે. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. મહેશ કનોડિયા પાટણના પૂર્વ લોકસભા સાંસદ પણ હતા, લાંબી માંદગી બાદ તેમનું આજે ૮૩ વર્ષની વયે નિધન થયું છે. જણાવી દઈએ કે, નરેશ કનોડિયાને થોડા દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓ હજી પણ સારવાર હેઠળ છે. મહેશકુમાર કનોડિયા લોકસભાના સભ્ય હતા, તેઓ ગુજરાતના પાટણ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. ગુજરાતી સિનેમામાં તેમનું યોગદાન લગભગ ચાર દાયકા સુધી રહ્યું છે. તેઓ ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય ગાયક અને સંગીતકાર હતા અને ૩૨ સિંગર્સની અવાજમાં ગીતો ગાઈ શકતા હતા.

                   તેઓ ગુજરાતી સિનેમાના અભિનેતા પણ હતા. ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા નરેશ કનોડિયાનો ૨૦ ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ હાલ તેમની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ૩ દિવસ પહેલા હોસ્પિટલ સારવાર હેઠળ રહેલા નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.

 

(7:31 pm IST)
  • જાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST

  • ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST