Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમદાવાદમાં ભીખ માંગનારા બાળકોની સંખ્યામાં વધારો

લોકડાઉન બાદ સંખ્યામાં વધારો થયો : મોટાભાગના કિસ્સામાં તો બાળકોને પોતાના માતા પિતા ભીખ મંગાવવા માટે મજબૂર કરતા હોવાનું બહાર આવ્યુ

અમદાવાદ ,તા.૨૭ : ગુજરાતમાં લોકડાઉન બાદ સામાન્ય પરિવારોની હાલત ખૂબ જ કફોડી બની હતી. સામાન્ય પરિવારમાં એક સમય માટે ખાવાના પણ ફાંફા પડી ગયા હતા. તો બીજી તરફની વાસ્તવિકતા જોવા જઈએ તો બાળકોના રોડ પર ભીખ માંગવાના વારા આવી ગયા હોય તેવી પરિસ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. લોકડાઉન બાદ રાજ્યમાં ભીખ માંગવાની સંખ્યા સતત વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. મોટાભાગના કિસ્સાઓમાં તો  બાળકોને પોતાના માતા પિતા ભીખ મંગાવવા માટે મજબૂર કરતા હોવાનું બહાર આવ્યુ છે. લોકડાઉન બાદ અનેક પરિવારોની કફોડી હાલત બની છે. જેને લઇ અન્ય રાજ્યોમાંથી સામાન્ય મજૂરી અને શ્રમિકો ભીખ માંગવા માટે મજબૂર બન્યા છે. જેને લઇ અમદાવાદ પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, ભીખ માંગવાની જગ્યાએ યોગ્ય કામ મળી રહે તે રીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

              પરંતુ શ્રમિક કામદારો પોતાના બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જેને લઇ પોલીસ દ્વારા ભીખ માંગતા બાળકોને રેસ્ક્યૂ કર્યા બાદ જિલ્લા બાળ અધિકારીને સોંપવામાં આવતા હોય છે. ત્યારબાદ તેઓ બાળકોના યોગ્ય ખરાઈ કર્યા બાદ તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કરતા હોય છે અને ત્યારબાદ માતા પિતા ન મળી આવે તો બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવે છે. જ્યાં તમામ બાળકોનો ઉછેર કરવામાં આવતો હોય છે. મહત્વનું છે કે, લોકડાઉન બાદ ભીખ માંગવાની સંખ્યામાં બાળકોનો સતત વધારો થવા જઈ રહ્યો છે.

              જેને લઇ તેઓ ભીખની સાથે સાથે ડ્રગ્સના રવાડે પણ ચઢી રહ્યા છે. જેને રોકવા માટે થઈ શહેર પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસના હાથ પણ કાયદાઓથી બંધાયેલા હોવાથી ભીખ માગનારા બાળકો સીધી રીતે ભીખ નથી માગતા જ્યારે કોઈ નાની-મોટી વસ્તુઓનું વેચાણ કરી ભીખ માગતા હોય છે. સામાન્ય રીતે બાળકોના હાથમાં ફુગ્ગા, ચાવીનું કિચન અને નાના મોટા રમકડાં સહિત અન્ય વસ્તુઓ પોતાની પાસે રાખીને જે ચાર રસ્તા ઉપર ભીખ માંગતા હોય છે. જેથી જ્યારે પોલીસ તેમને રજૂ કરતી હોય છે, ત્યારે તેમના માતા-પિતા પોલીસ સમક્ષ દલીલો કરતા હોય છે કે, અમે વિચાર કરીને અમારું ગુજરાન ચલાવતા હોઇએ છીએ. જેમાં અમારા બાળકો પણ અમને કેટલાક અંશે મદદ રૂપ બનતા હોય છે, જેના માટે અમારા બાળકો પણ નાની મોટી ચીજ વસ્તુઓનું વેચાણ કરી રૂપિયા કમાતા હોય છે.

(9:28 pm IST)
  • મુંબઇ ડ્રગ્સ પ્રકરણમાં સમતાનગર પાસેથી ડીલેવરી બોયની કરાઇ ધરપકડ : ૧૧ ગ્રામ ચરસ મળ્યું access_time 1:19 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST