Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ચોમાસાની વિદાય વેળાએ પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ

સાયન્સ સિટી, ગોતા, એસ જી હાઇવે, જીએમડીસી ગ્રાઉન્ડ, બાપુનગર, પાંજરાપોળ, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદઃ ચોમાસાની વિદાય થાય તે પહેલા વરસાદે વધુ એક રાઉન્ડ શહેરમાં મારી લીધો છે. સમી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા વાતાવરણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતુ અને કેટલાક વિસ્તારોમાં હળવો તો અમુક જગ્યાએ ઝાપટા પડ્યા હતા.

અમદાવાદના સાયન્સ સિટી, ગોતા, એસ જી હાઇવે, જીએમડીસી ગ્રાઉન્ડ, બાપુનગર, પાંજરાપોળ, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ  પડ્યો હતો. વરસાદ પડતા શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી. રાત્રે પણ વરસાદ હળવી લટાર મારી જાય તેવી સંભાવના છે, કારણ કે હજી પણ ઠંડો પવન વાઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હવે ચોમાસાની વિદાયના ઉજળા સંજોગો બની રહ્યા છે. તે ઓક્ટોબરનો પ્રારંભ થવાની સાથે  વિદાય લે તેવી પૂરી સંભાવના છે. 30 સપ્ટેમ્બર સુધી કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્રમાં સવારમાં ભેજનું પ્રમાણ ઘટ્યુ છે.

 

હવામાન ખાના સૂત્રો મુજબ વરસાદનું કારણ રાજસ્થાન પર હવાનું સાઇક્લોનિક સરક્યુલેશન હતુ. તેના લીધે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વાદળો છવાયેલા હતા અને ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.

દેશમાં ચોમાસાનું આગમન કેરળથી થાય છે અને વિદાય પશ્ચિમે કચ્છ અને  રાજસ્થાનથી શરૂ થાય છે. તેથી છેલ્લા વરસાદ સાથે માનવામાં આવે છે કે રાજ્યમાં વરસાદે છેલ્લો રાઉન્ડ મારી લીધો છે. આગામી સમયમાં દરરોજનું તાપમાન વધે તેમ માનવામાં આવે છે.

આ વખતે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે. તેના લીધે રાજ્યના મોટાભાગના બંધ છલકાઈ ગયા છે. રાજ્યનો સૌથી મોટો નર્મદા બંધ પણ છલકાઈ જતા સમગ્ર રાજ્યને આગામી બે વર્ષ સુધી પાણીની કોઈ તકલીફ નહી પડે તેમ મનાય છે. કેન્દ્ર સરકાર દ્વારા બંધને પૂરેપૂરો ભરવાની મંજૂરી આપવામાં આવ્યા પછી નર્મદા બંધ આ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ વખત પૂરેપૂરો ભરાયો છે.

(11:23 pm IST)
  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST

  • કોંગ્રેસ છોડી "આપ"માં ગયા અને હવે "આપ" છોડી કોંગ્રેસમાં પાછા ફર્યા : ઝારખંડના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ અજય કુમાર ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ કોંગ્રેસ છોડીને આપ પક્ષમાં સામેલ થયા હતા. access_time 5:05 pm IST

  • ભાજપ સાથે વધુ એક પક્ષ છેડો ફાડવાની તૈયારીમાં શિવસેના અને અકાલી દળ પછી હવે વધુ એક પક્ષ ભાજપના એનડીએ મોરચા સાથે છેડો ફાડી રહ્યાનું જાણવા મળે છે. *ન્યુઝફર્સ્ટ access_time 7:01 pm IST