Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઈસ્લામાબાદમાં ફરી મંદિર બનાવવા માટેની માંગ કરવામાં આવી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં હિન્દુ મંદિર બનાવવાની માંગ ફરી એક વખત જોર પકડી રહી છે.આ માટે આંદોલનની પણ તૈયારી હિન્દુઓએ કરી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પાકિસ્તાની સરકારે હિન્દુઓ માટે મંદિર બનાવવા ફંડ આપવાની જાહેરાત કરી હતી.જોકે તેને લઈને ભારે વિવાદ થયો હતો.સરકાર દ્વારા મંદિર માટે જમીન આપવાના નિર્ણયનો ઈસ્લામિક સંગઠનોએ પૂરજોશમાં વિરોધ કર્યો હતો.

              પાકિસ્તાની રાજકીય પાર્ટી તહરીકે એ ઈન્સાફના આગેવાન લાલ ચંદ મલ્હીએ કહ્યુ હતુ કે, મંદિરનો વિરોધ કરનારા કહી રહ્યા છે કે , કરદાતાઓના પૈસા મંદિરમાં વપરાઈ રહ્યા છે તો પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ટેક્સ નથી આપતા શું...અમે પણ આ દેશના ટેક્સપેયર છે.પાકિસ્તાન ઈસ્લામિક દેશ છે તો યુએઈ પણ ઈસ્લામિક રાજ્ય છે. જો યુએઈમાં મંદિર બની શકે તો પાકિસ્તાનમાં કેમ નહીં... છેલ્લા 70 વર્ષથી પાકિસ્તાનની સરકારોએ મંદિર પાછળ એક પણ રુપિયો ખર્ચ કર્યો નથી.

(6:05 pm IST)