Gujarati News

Gujarati News

  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • ગુજરાતમાં આવકવેરાની મોટી ''રેડ'' છેલ્લી ઘડીએ માંડી વાળી ? : ''ન્યુઝફર્સ્ટ''ના અહેવાલ મુજબ ગુજરાતમાં આવકવેરાના મોટા દરોડાની તૈયારી હતી ત્યારે જ કોઇ ટોચની કક્ષાએથી ફોન આવતા ''રેડ'' માંડી વાળવામાં આવ્યાની ભારે ચર્ચા છે. કારણ જાણવા મળતુ નથી. ગયા અઠવાડીયે ૧૫૦ અધિકારી-સ્ટાફ મોટા ઓપરેશન માટે તૈયાર હતા પણ છેલ્લી ઘડીએ બધુ અટકી પડયાની બહુ મોટી ચર્ચા છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઇ રહયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. access_time 1:07 pm IST