Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

છેલ્લા બે અઠવાડિયામાં તાલિબાની હુમલામાં 98 નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી:અફઘાનિસ્તાન આંતરિક મંત્રાલયએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે અઠવાડિયામાં અફઘાનિસ્તાનના 24 પ્રાંતોમાં થયેલ તાલિબાની હુમલામાં  98 સામાન્ય નાગરિકોના મૃત્યુ નિપજ્યા હોવાનું  માલુમ પડી રહ્યું છે.

               દેશમાં શાંતિ સ્થાપવાનો લઈને તાલિબાન અને  અફઘાન સરકારની વચ્ચે થઇ રહેલ શાંતિ વાર્તા પછી હિંસા ઓછી નહીં થાય.આંતરિક મંત્રાલય તરફથી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સૌથી વધારે લોકો તખાર અને  નાનગરહાર પ્રાંતમાં મારવામાં આવ્યા છે.

(6:07 pm IST)