Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બેબી શેરવાનીમાં બિલ્લીમાસી

પ્રાણીઓને ઘરમાં પાળનારા લોકો એને ખૂબ જ લાડકોડ કરાવતા હોય છે. પાળેલાં પશુઓ માટે રમકડાં, કપડાં અને જાતજાતનું ખાવાનું ખવડાવવાના શોખીન માલિકો પણ હોય છે. તાજેતરમાં આવાં જ એક ઉત્સાહી બહેને પોતાની બિલાડીને શેરવાની પહેરાવી હતી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સાનિયા નામની યુઝરે શેરવાની પહેરેલી બિલાડીની તસવીરો પોસ્ટ કરી છે. એ કયુટ બિલ્લીમાસીને જોઈને સોશ્યલ મીડિયા તો ઓવારી ગયું. બીજી એક તસવીરમાં બિલાડીએ બેબી ડ્રેસ પહેર્યો છે. સાનિયાએ કમેન્ટ્સમાં લખ્યું હતું કે 'મારી મમ્મીએ મને કહ્યું કે બન્ને ડ્રેસ બિલાડીને શોભે છે. મમ્મી મારી સીમંતવિધિ (બેબી શાવર) વખતે બિલાડીને આ ડ્રેસ પહેરાવશે એવું પણ મમ્મીએ કહ્યું છે.'

(10:29 am IST)
  • અમદાવાદના જાણીતા ડેવલપર ગ્રુપ ઉપર ઇડીની તપાસ શરૂ : એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે અમદાવાદના શ્રી આશીષ પટેલના રાધે ડેવલપર ગ્રુપ ઉપર 'સર્ચ' તપાસ શરૂ કરી છે. તેમના ૨૦૦ કરોડના જમીન પ્રોજેકટ અંગે હવે 'પીએમએલએ' હેઠળ આ તપાસ શરૂ થયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 12:50 pm IST

  • નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST

  • સુવિખ્યાત પ્લેબેક સિંગર એસ.પી. બાલાસુબ્રમનિયમ નું નિધન : ગયા મહિને કોરોના સંક્રમિત થયા હતા : કોરોના સામેનો જંગ હાર્યા : આજ 25 સપ્ટે.2020 શુક્રવારે બપોરે 1 કલાક અને 4 મિનિટે અંતિમ શ્વાસ લીધા : બૉલીવુડ સહીત વિશાળ ચાહક વર્ગમાં શોકનું મોજું access_time 1:58 pm IST