Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

IMAએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી કરી ફરિયાદ

સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા મેડિકલ સ્ટાફ સાથેના દૂરવ્યવહાર ને કારણે મેડિકલ સ્ટાફ થયો નારાજ

નવી દિલ્હી,તા. ૨૩: સંસદમાં કોરોનાથી મૃત્યુ પામેલા ડોકટરોની સંખ્યા બાબતે કોઈ જવાબ ન આપી શકતી કેન્દ્ર સરકાર ઉપર ભારતીય મેડિકલ સંસ્થા IIM એ નારાજી વર્તાવી અને મેડિકલ સ્ટાફ સાથે અધિકારીઓ દ્વારા અણછાજતું વર્તન કરવા બદલ વિરોધ જાહેર કર્યો હતો IIMએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા દાદાગીરી અને ધમકી ભર્યા વર્તનને પગલે ડોકટરોએ ફરિયાદ કરી હતી સરકારને એ પણ જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા હવે વધુ ખરાબ વર્તન થશે તો પ્રતીકાત્મક વિરોધ કરવામાં આવશે. ડોકટરો માટે એક સારા વાતાવરણનું નિર્માણ કરવામાં આવે, ગુજરાત માંથી ભુજ, ગાંધીધામ, જામનગર, બોટાદ, ગોધરા, ગીર સોમનાથ, ગોંડલ જેવા શહેરો માંથી ડોકટરો સાથેના ખરાબ વર્તનની ફરિયાદો આવી છે. IIMના કહેવા અનુસાર દેશમાં અત્યારે કોર્નની સારવાર અર્થે ૩૮૨ જેટલા ડોકટરો પોતાનો જીવ ગુમાવી ચુકયા છે. માત્ર ગુજરાત માંથી જ ૩૯ ડોકટરોના મોત થયા છે અને ૧૦૦૦ થી વધુ મેડિકલ સ્ટાફ દર્દીની સારવાર દરમ્યાન કોરોનાના સંક્રમણથી પ્રભાવિત થયા છે. વિશ્વ અખાની જો નોંધને ધ્યાને લેવામાં આવે તો ડોકટરોના મોતમાં ભારત સૌથી આગળ છે.  (૨૨.૩૦)

. મેડિકલ સ્ટાફ પણ સંક્રમણમાં

કોરોના વોરિયર્સ ડોકટરો સામાન્ય નાગરિકની તુલનામાં ૪ ગણા સંક્ર્મણની શકયતા હોય છે, દેશમાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ કોરોના સામે લડતા ડોકટરોના મૃત્યુદરમાં ૮ થી ૧૦% જેટલો વધારો નોંધાયો છે. માત્ર ગુજરાત માં જ અંદાજે ૫૦૦ થી ૭૦૦ મેડિકલ સ્ટાફ કોરોના સંક્ર્મણ હેઠળ છે. —ડો. જરદોશ

. IIMની માંગ

* કોરોનાથી મૃત્યુ પામેલા ડોકટરોને શહીદનો દરજ્જો આપવામાં આવે.

* ડોકટરો અને મેડિકલ સ્ટાફને મૃત્યુ પામેલના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરે.

* મૃતકના પરિવાર માંથી કોઈ એકને સરકારી નોકરી જાહેર કરે

* સરકાર પાસે જો સાચા આંકડા ન હોય તો તેમાં IIM તેની મદદ કરશે અને રાષ્ટ્રીય કક્ષાએ એક ડેટા તૈયાર કરે

(4:04 pm IST)