Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પાક સેનાએ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ક્રૂર નરસંહારની યોજના બનાવી છે, લદાખના બીજેપી સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ

લદાખથી બીજેપી સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલએ કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ પાક અધિકૃત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પોતાની અત્યાર સુધીની ક્રૂર નરસંહાર એવમ જાતિય સફાયો શરૂ કરવાની યોજના બનાવી છે. એમણે આગળ કહ્યું ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો આંતરિક હિસ્સો છેહું સ્થાનિય લોકોના આંદોલનને સમર્થન કરૃં છું અને એમની સાથે ઉભો છું.

(10:12 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • ૫૦૦ કરોડથી ઉપર ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટે ૧લી ઓકટોબરથી ફરજીયાત જીએસટી ઇ-ઇન્વોઇસીંગ કરવા સરકાર આગળ વધી રહયાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • અભૂતપૂર્વ ઘટના!! : ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી :દક્ષિણ કોરીયાના ઓફીસરની હત્યા કરવા માટે એક અભૂતપૂર્વ ઘટનામાં ઉત્તર કોરીયાના સરમુખત્યાર કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી હોવાનું દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિની ઓફીસે જાહેર કર્યું છે. દ. કોરીયાએ કહેલ કે ૪૭ વર્ષનો વ્યકિત ઉત્તર કોરીયા જવા માગતો હતો ત્યારે તેને ફુંકી મારવામાં આવેલ. ઉત્તર કોરીયાએ પોતાના રાષ્ટ્રમાં કોરોના આવતો અટકાવવા માટે 'શુટ ટુ કીલ'ની નીતી અપનાવી છે. દ.કોરીયાના રાષ્ટ્રપતિ મુનને પત્ર પાઠવી કીમ-જોંગ ઉને માફી માગી લખ્યુ છે કે આવુ બનવુ જોઇતુ ન હતુ. ઉ-કોરીયાએ વિગતો જાહેર કરતા લખ્યુ છે કે આ વ્યકિત ઉપર ૧૦ શોટફાયર કરાયેલા. access_time 2:32 pm IST