Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સેન્સેક્સમાં ૮૩૫, નિફ્ટીમાં ૨૪૪ પોઈન્ટની તોફાની તેજી

છ સેશનના આંચકા બાદ શેર બજારમાં ધમધમાટ : ટોચના બધા શેરના ભાવ ઊંચકાયા, યુએસમાં પ્રોત્સાહન પેકેજ જાહેર થાય તો બજારને મદદ મળવા માટેની આશા

મુંબઈ, તા. ૨૫ : છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી ચાલુ રહેલા ઘટાડા પર શુક્રવારે બ્રેક લાગી છે અને બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઇન્ટ એટલે કે ૨.૨૮ ટકા વધીને ૩૭,૩૮૮.૬૬ ના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૨૪૪.૭૦ પોઇન્ટ એટલે કે ૨.૨૬ ટકા વધીને ૧૧,૦૫૦.૨૫ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ તમામ ૩૦ શેરો નફાકારક હતા. બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેક્ન, એલ એન્ડ ટી, ટીસીએસ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ અને એસબીઆઈ મજબૂત બનીને ૬.૬૪ પર મજબૂત થયા છે. વૈશ્વિક સ્તરે, એશિયાના અન્ય બજારો જાપાનમાં ટોક્યો અને દક્ષિણ કોરિયામાં સિઓલ લાભ સાથે બંધ થયા છે, જ્યારે ચીનમાં શાંઘાઇ અને હોંગકોંગ નુકસાન સાથે બંધ થયા છે. શરૂઆતના વેપારમાં યુરોપના મુખ્ય શેર બજારો મિશ્રિત હતા.

               કોટક સિક્યુરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (પીસીજી રિસર્ચ) સંજીવ ઝરબેડે જણાવ્યું હતું કે, જો યુ.એસ. માં પ્રોત્સાહન પેકેજ આપવામાં આવે તો તે બજારને મદદ કરશે. જો અહીંથી માર્કેટ નીચે જાય, તો રોકાણકારોએ ભવિષ્યમાં સંપત્તિ બનાવવા માટે સારી ગુણવત્તાવાળા શેર લેવા જોઈએ. દરમિયાન, વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૨૮ પૈસા મજબૂતી સાથે ૭૩.૬૧ ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ, વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ, ૦.૦૫ ટકા મજબૂતી સાથે ૪૧.૯૬ ડોલર પ્રતિ બેરલના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. સ્થાનિક શેર બજારોમાં તેજીને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થતા શુક્રવારે રૂપિયો ૨૮ પૈસાની વૃધ્ધિ સાથે ડોલર દીઠ ૭૩.૬૧ (પ્રોવિઝનલ) ની સપાટીએ બંધ રહ્યો છે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો. ૭૩. ૭૬ પ્રતિ ડોલર પર મજબૂતીમાં ખુલ્યો હતો. બાદમાં તે ૨૮ પૈસા વધીને ૭૩.૬૧ પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો હતો. ગુરુવારે રૂપિયો ૩૨ પૈસા તૂટીને ૭૩.૮૯ ના સ્તરે બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો ડોલર દીઠ ૭૩.૫૬ ની ટોચે પહોંચી ગયો હતો. તેણે ડોલર દીઠ ૭૩.૭૭ ની નીચી સપાટીને પણ સ્પર્શ કર્યો હતો. દરમિયાન, છ મુદ્રાઓની તુલનામાં ડોલરનું વલણ દર્શાવતો ડોલર ઈન્ડેક્સ ૦.૦૧ ટકાના વધારા સાથે ૯૪.૩૬ ની સપાટીએ પહોંચ્યો છે.

(7:21 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • મ્યુ.કોર્પોરેશનના વધુ બે ઓધિકારીઓ કોરોનાની ઝપટે ચડયા : મ્યુ.કોર્પોરેશનનાં વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા ફફડાટ : ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક તથા મેડિકલ ઓફીસર વિકાસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યોઃ અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. access_time 3:36 pm IST

  • યુ.પી.એસ.સી.પરીક્ષાની તારીખ ફેરવવા સુપ્રીમ કોર્ટની આયોગને નોટિસ : 20 પરીક્ષાર્થીઓએ દાખલ કરેલી પિટિશનના અનુસંધાને જવાબ માંગ્યો : સમગ્ર દેશમાં કોવિદ -19 ,વરસાદ ,પાણીના પૂર ,સહિતની આપત્તિઓ : પરીક્ષા કેન્દ્રો ઓછા હોવાથી 2 લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે નોકરીની તક ગુમાવવાનો ભય વ્યક્ત કરાયો access_time 11:09 am IST