Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી હશે સીઆરપીએફના હવાલે સુરક્ષા દળો ફક્ત સરહદ જ સંભાળશે :નવું સુરક્ષા મોડલ થશે લાગુ

ચૂંટણીમાં રાજ્યના પોલીસ દળ અને સીઆરપીએફને 70-30ના પ્રમાણમાં ગોઠવવામાં આવશે.

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ચીન બંનેના પડકારને પહોંચી વળવા સરકારે સરહદ પરની સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ગૃહ મંત્રાલય નવા સુરક્ષા મોડલ પર કામ કરી રહ્યુ છે, તે અન્વયે સરહદી સુરક્ષા દળો ફક્ત સરહદ જ સંભાળશે. જ્યારે દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી સીઆરપીએફનાશિરે હશે સરકાર સરહદની સુરક્ષા કરતા બીએસએફ, આઇટીબીપી અને એસએસબી જેવા સુરક્ષા દળોને તબક્કાવાર ધોરણે આંતરિક સુરક્ષાની જવાબદારીઓથી મુક્ત કરવાની મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. તેનો હેતુ દેશની જુદી-જુદી સરહદો પર સલામતી વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવાનો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કેન્દ્રીય ગૃહપ્રધાન શાહ સાથે આ દળોની બેઠકમાં પહેલી વખત આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. આ મુજબ ગૃહ મંત્રાલય એક નવા મોડલ પર કામ કરી રહ્યુ છે, જેના હેઠળ ચૂંટણી કરાવવા સહિત આંતરિક સુરક્ષાનો મોટાભાગનો ભાર દેશનું સૌથી મોટું અર્ધસૈનિક દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ  ઉઠાવશે.

સવા ત્રણ લાખ સુરક્ષા કર્મચારીઓ ધરાવતા સીઆરપીએફને પહેલેથી જ દેશનું અગ્રણી આંતરિક સુરક્ષા દળ માનવામાં આવે છે. સીઆરપીએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણી દરમિયાન આ નવો પ્રયોગ કરવામાં આવશે. તેના હેઠળ આ ચૂંટણીમાં રાજ્યના પોલીસ દળ અને સીઆરપીએફને 70-30ના પ્રમાણમાં ગોઠવવામાં આવશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સીઆરપીએફના હાથમાં હશે. સરહદ સુરક્ષા કરતા દળો અને સશસ્ત્ર સરહદી દળોને તબક્કાવાર ધોરણે ચૂંટણીની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ ગૃહ મંત્રાલયે નક્કી કર્યુ છે કે આ ત્રણેય દળને ચૂંટણી અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં રાજ્યના પોલીસ દળોની મદદ જેવી નિયમિત આંતરિક સુરક્ષા જવાબદારીઓથી કેટલાક વર્ષોમાં સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે.

દર વર્ષે આ દળોના હજારો સૈનિકોને સરહદ પરથી હટાવીને ચૂંટણી અને જુદા-જુદા રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની મદદ માટે મોકલાય છે.

(11:17 pm IST)
  • ચીનની હુઆવે રિસર્ચ લેબોરેટરીમાં ભીષણ આગ : લેબોરેટરી બિલ્ડિંગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓ આકાશને આંબ્યાં : અનેક ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરીમાં : 3 મોત : આગના કારણ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી access_time 1:08 pm IST

  • બેંગલુરૃના ફોટોગ્રાફરે સાતરંગ બદલતા કાચિંડાનો વિડીયો બનાવી કર્યો વાયરલ વિડીયોમાં ખરેખર કાચિંડો રંગ બદલતો જોવા મળે છે access_time 1:21 pm IST

  • ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરીયા રાજ્યની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં ત્રણ ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. મૂળ ગુજરાતના અને વિંધમ સિટીમાં સ્થાયી થયેલા ઉત્સાહી અને ગુજરાતી સમાજમાં પ્રતિષ્ઠિત કેતન પટેલ, કપિલ ઠક્કર અને ઘનશ્યામ રામાણી ચૂંટણી લડી રહ્યા છે અને સમગ્ર એનઆરઆઈ સમાજ આ યુવાનોની પડખે છે. access_time 3:44 am IST