Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

નાના મવા સ્મશાનમાં પૈસાના ડખ્ખામાં મયુર પરમારને મિત્રના મિત્રોએ લાકડીથી ફટકાર્યો

રાજકોટ તા. ૨: વિરમાયા પ્લોટ-૧માં રહેતાં અને શેર બજારની ઓફિસમાં કામ કરતાં મયુર રામજીભાઇ પરમાર (ઉ.વ.૨૨)ને રાત્રીના નાના મવા સ્મશાનમાં હતો ત્યારે તેના મિત્રના મિત્રો પ્રવિણ અને કૃણાલે ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

મયુરના કહેવા મુજબ પોતે ઘરે હતો ત્યારે મિત્ર ભુરાના મિત્રો પ્રવિણ અને કૃણાલે વાત કરવા માટે સ્મશાને બોલાવ્યા બાદ રૂ. પાંચસો વાપરવા માંગતા બોલાચાલી થતાં પોતાને ધોલધપાટ થઇ હતી. અગાઉ મિત્ર ભુરાને પૈસા આપ્યા હોઇ જેથી તેના મિત્રોએ પણ માંગ્યા હતાં. જે ન આપતાં ડખ્ખો થયો હતો. મયુરે રાતે જ હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી.

ઉદયનગરમાં વિમલને જીલા અને ભરતે માર માર્યો

મવડી રોડ ઉદયનગર-૧ શેરી નં. ૧૯માં રહેતાં વિમલ હરીશભાઇ ચોૈહાણ (ઉ.૩૧)ને  સાંજે આઠેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે જીલા ભરવાડ, ભરત ભરવાડ અને બે અજાણ્યાએ પાઇપ-લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

વેલનાથપરામાં લાભુભાઇને રિક્ષાવાળાએ ધોકાવ્યા

મોરબી રોડ વેલનાથપરા-૧૩માં રહેતાં લાભુભાઇ મગનભાઇ સનુરા (ઉ.વ.૬૫)ને ઘર પો રહેતાં રિક્ષાવાળાએ નજીવી વાતે બોલચાલી કરી ધોકાથી ફટકારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

(1:00 pm IST)
  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST

  • સત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST