Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

માસ્ક ઉતારીને સિગારેટ ફુંકતા મશરૂ અને ધનુની ધરપકડઃ ર૪૦૦નો દંડ વસુલ્યો

તાલુકા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન બન્નેને ઝડપી લીધા

રાજકોટ, તા., ૨: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જાહેરમાં માસ્ક ઉતારીને ફરતા લોકો સામે વધુને વધુ કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરે સુચના આપી હોઇ જે અંતર્ગત ગઇકાલે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ. આર.બી.જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, ભગીરથસિંહ, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ, ધર્મરાજસિંહ, મનીષભાઇ, રવીરાજભાઇ, કિશનભાઇ તથા રૂપેશભાઇ સહીત પોલીસ સ્ટેશન પાસે વાહન ચેકીંગમાં હતા.

દરમ્યાન બે શખ્સો માસ્ક ઉતારીને જાહેરમાં સીગારેટ ફુંકતા જોવા મળતા પોલીસે બંનેને પકડી નામ પુછતા બંનેએ પોતાના નામ મશરૂ વાલજીભાઇ જખાણીયા (ઉ.વ.૩પ) (રહે. રામધણ આશ્રમ પાછળ) અને ધનુ વેરશીભાઇ માધાસુરીયા (ઉ.વ.૩૦) (રહે. કાલાવડ રોડ શનીવારી બજાર પાસે) આપ્યા હતા. પોલીસે બંન્નેેને જાહેરનામાના ભંગ બદલ રૂ. ર૪૦૦ નો દંડ વસુલ કરી બંને સામે કાર્યવાહી કરી હતી.

(2:42 pm IST)