Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

વિજયભાઈ રાજકોટમાં ચોપડા પૂજનમાં હાજરી

ગરેડીયા કુવા રોડ ઉપર આવેલી તેમની દુકાને સાંજે પરિવારજનો સાથે ચોપડા પૂજન કરશે

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે દિવાળી પર્વના શુભ દિવસે પરંપરા મુજબ આજે રાજકોટમાં છે. દિવસ દરમિયાન પોતાના નિવાસસ્થાને જ રહેશે. સાંજના ગરેડીયા કુવા રોડ ઉપર આવેલી તેમની દુકાને ચોપડા પૂજનમાં હાજરી આપનાર છે.

એરપોર્ટ પર જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી અને મેયર બીનાબેન આચાર્યએ તેમનું સ્વાગત કર્યુ હતું.

સ્વાગતની ઓપચારીકતા પૂરી થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રકાશ સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા આજનો આખો દિવસ તે પોતાના પરિવારના સભ્યો સાથે રહેશે અને દિવાળીની ઉજવણી કરશે. આજે શહેર ભાજપના સરકારના કે અન્ય કોઈ પ્રકારના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ નથી. રૂપાણી પરીવારની પેઢી ગરેડીયા કુવા રોડ પર આવેલી છે અને ત્યાં સાંજે ચોપડા પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણીએ જણાવેલ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સવારે ૧૦ વાગ્યે પોતાના હોમટાઉન રાજકોટ આવી પહોંચ્યા હતા અને દિવસ દરમિયાન પોતાના ઘરે જ રહેશે. કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી.

સાંજે ૬ વાગ્યાની આસપાસ ગરેડીયા કુવા રોડ ઉપર આવેલી તેમની દુકાને જનાર છે. જયાં તેઓ શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ચોપડા પૂજન પરિવારજનો સાથે કરનાર છે. અન્ય કોઈ સત્તાવાર કાર્યક્રમો યોજાનાર નથી. ચોપડા પૂજન બાદ રાત્રીના ગાંધીનગર જવા રવાના થશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:40 pm IST)
  • આકાશ ચોપડાની ટી-૨૦ ઈલેવનમાંથી રોહિત અને વિરાટ બન્ને આઉટ : આઈપીએલ ૨૦૨૦ ઈલેવનઃ લોકેશ રાહુલ, શિખર ધવન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, એબી ડિવિલિયર્સ, રાહુલ તેવટિયા, કેગિસો રબાડા, જસપ્રીત બુમરાહ, જોફા આર્ચર, યુઝવેન્દ્ર ચહલ અને રાશિદ ખાન. access_time 2:43 pm IST

  • સોમવારથી મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો ખુલશે : સ્કૂલો પણ ટૂંક સમયમાં ખોલવાની મંજૂરી અપાશે : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાની સૂચના સાથે ઉદ્ધવ સરકારની ઘોષણાં access_time 5:40 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,619 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 87,73,243 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,80,614 થયા:વધુ 47,565 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 81,61,467 રિકવર થયા :વધુ 516 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,29,225 થયો access_time 1:05 am IST