Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોના વાયરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે...છાતીના જીગર પર નહિઃ જય વસાવડા

ટેસ્ટ, ટ્રેસ અને ટ્રીટમાં પ્રસાશનને સહકાર આપોઃ મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત

રાજકોટ શબ્દ સાથેજ એક શબ્દ યાદ આવે રંગીલું રાજકોટ,શહેર કરતા વધુ એક સતત ચાલતો ઉત્સવ છે.. સમગ્ર સોંરાષ્ટ્ર ની ધરતીના કેન્દ્રમાં ઉભેલો માનવીઓનો મેળો છે... મજાકમાં મિત્રો સાથે રજવાડી ઇતિહાસ અને અંગ્રેજી આધુનિકતાના સંગમ ધરાવતા રાજકોટને અમે મોટું 'રંગીન' ગામડું કહીએ કાઠિયાવાડ ના ગામડાની સંસ્કૃતિ ના મૂળિયાં સાથે રાજકોટે ઓધોગિક પ્રગતિ ની ડાળીઓ વિસ્તરી છે અહીં પ્રાચીન રાસ ગરબા ની રમઝટ સાથે અર્વાચીન શિક્ષણનો પનઘટ જોવા મળે છે અહીં ખભે ધબ્બો મારતી ભાઈબંધીની અમીરી અને વટ ખાતર ભીંડાઈ જવાની ખુમારી છે,

રાજકોટએ નગર નથી આધુનિક આઈસ્ક્રીમથી દેશીચાના સબડકા સુધી ટેસ કરતો એક પરિવાર છે.

આ રાજકોટમાં હું ભણ્યો ધમસાણીયા કોલેજમાં અને ગેલેક્ષી સિનેમાની પાઠ શાળામાં, ગાંધીની હવા અને મલાઈદાર પેંડા જીભમાં , ઇમ્પીરિયલ પેલેસના આ અમૃત ઘાયલમયનગરમાં જ રમેશ પારેખની માફકએ નગરની ફૂલછાબમાં સ્થાઈ થયો. રેસકોર્સના ઘોડાની માફક એકલા દોડતા એટલે આ અત્યારે મારૂ રાજકોટ પ્યારૃં રાજકોટ સારૃં રાજકોટ છે.

બપોરે ઉંઘીને સાંજના આળસ મરડી રાતના ગાંઠિયા ચેવડા ખારી સિંગ સંગ જાગતું શહેર છે. જયાં સિઝન બદલાય છે પણ બેંગ લાયબ્રેરીથી બાલાજી હનુમાન સુધી ફેલાયેલુંસારંગી પ્રિઝમ નહીં ગુજરાતના મુખ્ય મંત્રીઓને ચૂંટીને મોકલવાનો ઉજવળ વારસો ય રાજકોટ ધરાવે છે.

આજે આ ખડખડાટ હાસ્યમાં કોરોનાને લીધે ખાલીપો આવ્યો છે ચોમેર વધતા વાઇરસના રોગચાળા ચેપે રસકસ ચૂસીને નગરને બાન માં લીધું છે સતત દુઃખદ સમાચારો આંખ કાનને અથડાયા કરે છે અચાનકજ ડોકટર જ દર્દી બની જાય એવા સમાચારો આવે ત્યારે ચિંતા થાય એ સ્વાભાવિક છે.

રાજકોટમાં જ નેમો ટેકનોલોજીથી કોવિડ ૧૯ને હંફાવવાના સંશોધનનો પણ ચાલુ છે પણ દરેક વાયરલ મહામારીનો ઇતિહાસ તપાસ જો તો હાઇ રિકવરી રેટ જોવા મળેજ....

અસ્વસ્થ તબિયત કે ઉંમર સિવાય કોરોનાને ઝડપથી નિયંત્રિત આરામ અને સાવચેતી થી થઈ શકે છે,

જેમ કાળા ડિબાંગ મેઘ વાદળો કાયમ નથી રહેતા એમ આસ્થિતિ પણ કાયમી રહેવાની નથી આ એજ રાજકોટ છે જે ધરતી કંપ સામે ટટ્ટાર ઉભું રહયું હતું સામી છાતી એ વાવા ઝોડા જીરવ્યા પુર અને દુકાળ વેઠીને જમા વટ રાખી છે.

જે કૃષ્ણ મૂર્તિ કહેતા એમ 'આ સમય ચાલ્યો જશે' માની લો કે આઠમ ના મેળા નું ચકડોળ છે જીંદગી અત્યારે પાલખી નીચે છે પણ ઉપર આવશેજ...રાત પછી પ્રભાત થાશેજ 'ન દેન્યમ ...ન પલાયમ....'

આપણે સાવધ સાવચેત રહેવાનું છે વ્યસનો, ટોળા ટાપ્પી માટે બાહ્ય રખડપટ્ટી ઘટાડી અનિવાર્ય કારણો વિના ઘેર રહેવાનું છે.. દો ગજ દુરી સાબુ, સેનેટાઇઝર અને માસ્કની આદત કેળવવાની, ગીચ બંધિયાર ભીડ વાળી જગ્યાઓનો સંપર્ક બિનજરૂરી બહારની ખાણી પીણી થોડો સમય ટાળવી.

ટેસ્ટ, ટ્રેસ,ટ્રીટમાં પ્રશાસનને સહકાર આપીએ યોગ્ય આહાર વિહાર રાખીયે મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત વાઇરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે પણ છાતીના જીગર ઉપર નહીં રાજકોટ ઝટ નાચતું કુદ તું થાય એજ પરમ ને પ્રાર્થના...

(1:27 pm IST)