Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર ગેંગનો વધુ એકને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

વિંછીયાના ઓરી ગામના દિપક સરવૈયાની ધરપકડ

રાજકોટ, તા., ર૩: સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી બેંક ઓફ ઇન્ડીયામાં ચોરીનો પ્રયાસ કરનાર ગેંગનો વધુ એક સાગ્રીતને ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ સોરઠીયા વાડી સર્કલ પાસે તા.૮-૯ના રાત્રે અજાણ્યા શખ્સોએ બેંક ઓફ ઇન્ડીયામાં બાથરૂમની સીમેન્ટની બારી તોડી અંદર પ્રવેશ કરી સીસીટીવી કેમેરાના વાયરો કાપીને તસ્કરોએ બે લોખંડની પેટી અને લોખંડની તીજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો.  આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચે રવી કૌશીકભાઇ ચૌહાણ અને વિશાલ કાબાભાઇ ધલવાણીયાને પકડી લીધા હતા. બંનેની પુછપરછમાં દીપક કોળીનું નામ ખુલતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી.ના પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇયુ. બી.જોગરાણા એએસઆઇ બી.આર. ગઢવી, એએસઆઇ સી.એમ. ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઇ મોરી જયંતિભાઇ અભિજીતસિંહ અશોકભાઇ ડાંગર, ઇન્દ્રજીતસિંહ તથા કરણભાઇ મારૂ સહિતે દીપક બુધાભાઇ સરવૈયા (ઉ.વ.રર) (રહે. ઓરીગામ તા. વિંછીયા)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:10 pm IST)