Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઓનલાઇન સ્ટડી કરતાં કરતાં ૨૦ વર્ષના શ્યામે કોરોનાને હરાવ્યો

રાજકોટ : સંકટ સમયે સમજદારીભર્યો નિર્ણય માનવીને અનેક મુશ્કેલીઓથી સલામત રાખે છે. આવો જ સમજદારીભર્યો નિર્ણય લીધો છે રાજકોટના શિવમપાર્કમાં રહેતા ગઢિયા પરિવારના સદસ્યોએ. તાવ, શરદી અને ઉધરસના લક્ષણ જણતા ૨૦ વર્ષીય શ્યામ તેના માતા અને બા એ કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓએ પરિવારના અન્ય સદસ્યોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર લેવાનો નિર્ણય લીધો.

સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાં બાદ ત્યાં મળેલી સારવાર અને તેમણે પસાર કરેલા સમય વિશે વાતચીત કરતાં શ્યામે જણાવ્યું હતું કે,  'તબીબો દ્વારા દરેક વયના લોકોનું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મારા બાની ઉંમર ૬૯ વર્ષ છે. અમે લોકો તેમના સ્વાસ્થ્ય માટે ચિંતિત હતા. પણ આરોગ્ય કર્મીઓએ અમારી એ ચિંતા પણ દૂર કરી દીધી હતી. કોરોનાને હરાવવા મનની શકિત સાથે તનની શકિત પણ સારી હોવી જરૂરી છે. જેને ધ્યાન લઈ અમને ત્રણ ટાઈમ ઉકાળો, ગરમ દૂધ અને પૌષ્ટીક આહાર આપવામાં આવતો હતો. સાથો સાથ ડોકટર્સ સમયાંતરે તબિયતની ચકાસણી અને પૃચ્છા કરીને અમારું મન પણ હળવું કરતાં હતાં.'

કોરોનાથી તન અને મન નબળું ન થાય તે માટે સારવારના સમયને સાર્થક કરવા માટે હું ઓનલાઈન સ્ટડી કરતો. ફોરેંઈન લેંગ્વેજ શિખતો. તેમજ ઓનલાઈન કોર્સિસ એટેન્ડ કરીને મારા જ્ઞાનમાં વધારો કરતો. આજે સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો છું. મારા મમ્મી તેમજ બાનું સ્વાસ્થ્ય પણ સારું છે તેમ શ્યામ ગઢિયાએ જણાવ્યું હતું.

(1:21 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:એક્ટિવ કેસ ઝડપી ઘટીને 7 લાખથી ઓછા :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 54,053 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 77,59,475 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,94,724 થયા : વધુ 74,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 69,46,117 રિકવર થયા : વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,335 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:02 am IST

  • તામિલનાડુમાં પણ વિનામૂલ્યે કોરોના વેકસીન આપવાની મુ.મંત્રીની જાહેરાત access_time 6:12 pm IST

  • નરેન્દ્રભાઈ અને રાહુલ ગાંધી બિહારમાં રેલીઓનો ધમધમાટઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી ૩ તબક્કાની છે. ૨૮ ઓકટોબર, ૩ અને ૭ નવેમ્બરે મતદાન છે. ૧૦ નવેમ્બરે પરિણામ જાહેર થશે access_time 11:32 am IST