Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ચોટીલા સ્વયમ સૈનિક દળ દ્વારા ડે.કલેકટરને આવેદન

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ર : ઉતર પ્રદેશ હાથરસ અને કચ્છનાં રાપરની ઘટનાઓ સામે ઉગ્ર વિરોધ સાથે ચોટીલા ખાતે સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવી હત્યારાઓ સામે કડક પગલાંની માંગ કરવામાં આવેલ છે.

 કચ્છ જિલ્લાના રાપર મુકામે એડવોકેટ દવવાજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા કરવામાં આવેલ .આ બાબતે આપને જણાવવાનું કે પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવ પાછળ રાપર મુકામે લુહાર સમાજવાડીનો વિવાદ હોય અને જયારે પુરા શહેર માં આ વિવાદ નો કેશ કોઈ પણ વકીલ લડવા તૈયાર નહોતું ત્યારે શહીદ થનાર દેવજીભાઈ એ આ લુહારવાડીનો કેશ હાથમાં લીધેલ.વધુ દેવજીભાઈ અનુસુચિત જાતિના હોવા થી એવું લાગે છે કે કયાંક ને કયાંક આ ગુનામાં જાતિવાદી માનસિકતા પણ કામ કરતી હોય.દવવાજીભાઈ આ લુહારવાડી બાબતે પોતાના અસીલ વતી સ્થાનિક પોલીસ ખાતામાં ફરિયાદ નોંધાવવા તજવીજ પણ કરેલી.પરંતું પોલીસે દરકાર લીધી હોય તેવું જણાતું નથી.

એક બીજી કરું દ્યટના ઉત્ત્।ર પ્રદેશના હાથરસમાં તા.૧૪.૯.૨૦૨૦ ના રોજ આવક ૧૯ વર્ષીય યુવતી પર તેના જ ગામના દબંગ જાતિના ચાર નારાધમોએ યુવતી પર બળાત્કાર ગુજરી યુવતી પોતાની આ અત્યાચાર વિશે કોઈ ને કહે નહીં એ માટે એ યુવતીની જીભ કાપી નાખી અહીં સુધી નહીં અટકતા એ યુવતીની ગરદન મચકોડી અને તેની કરોડ રજૂ પણ તોડી નાખ્યું.ત્યાર બાદ યુવતીનું હોસ્પિટલ માં સમયસર સારવાર નહિ મળતા હોસ્પિટલમા જ યુવતીએ પોતાનો દમ તોડ્યો હતો.અને આ ઘટનાના અમુક આરોપીઓ પણ હજુ ફરાર છે તો આવી દ્યટનાઓ અવાર નવાર છાસવારે બનતી રહે છે જયારે આવી ઘટનાથી સરકાર નો બેટી બચાવો બેટી પઢાઓનો નારો ફોક સાબિત થાય છે અને જયારે ગુનેગારો ને સજા નથી મળતી ત્યારે કાયદાના સરાજાહેર માં લીરેલીરા ઉડે છે.સરકાર અને પ્રશાસન નબળું સાબિત થાય છે.સ્વયમ સૈનિક દળ આવી ક્રૂર દ્યટનાને વખોડી કાઢી હતી. અને આ આવેદન સાથે ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે દેવજીભાઈ ના ખૂની તમામે તમામ  ઝડપાયેલા નવેનવ આરોપીઓ ને તેમજ હાથરસની મરણ પામનાર દેશની દીકરી ના તમામ આરોપીઓને તંત્ર દ્વારા પકડી અને ફાંસીની સજા આપે.અને જો આવી કાર્યવાહી ના ત્વરિત પણે પગલાં નહીં લેવામાં આવે તો આવનાર દિવસોમાં સમાજ દ્વારા જલદ પગલાં ની સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની જવાબદારી શાશન અને પ્રશાસન ની શિરે રહેશે.

(11:38 am IST)
  • સત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST

  • રોહીત-પોલાર્ડ હિટ, મુંબઇ સુપરહિટ : ૪૮ રનથી ચેમ્પીયન ટીમ શાનદાર જીત સાથે પોઇન્ટ-ટેબલમાં ટોપ પરઃ મુંબઇએ છેલ્લી પાંચ ઓવરમાં બનાવેલા ૮૯ રન પંજાબને ભારે પડયાઃ ટુર્નામેન્ટમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ત્રીજો ખેલાડી બન્યો રોહીત શર્મા access_time 3:48 pm IST

  • દાદાને શ્રદ્ધાંજલિ આપી નાનપણની તસવીર શેર કરી : સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના આજે ૧૧૬માં જન્મદિવસ નિમિત્તે તેમના સૌથી મોટા પુત્ર સંજય નાથ સિંઘે ટ્વિટર ઉપર દાદાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી નાનપણની આ તસવીર શેર કરી છે. તેઓ ટાટા સ્ટીલમાં કામ કરી રહ્યા છે અને ઓલ ઈન્ડિયા ફાર્મર્સ એસોસિએશનના વર્કિંગ પ્રેસિડેન્ટ પણ છે. access_time 4:43 pm IST