Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

દેવળા-ધારી વચ્ચે બાઇક અકસ્માતમાં ધારીના યુવાન રમેશ ચુડાસમાનું મોત

કામેથી ઘરે આવતી વખતે રસ્તામાં ખોડિયાર મંદિર પાસે બનાવ

રાજકોટ તા. ૨૨: અમરેલીના ધારીમાં રહેતાં રમેશ દુલાભાઇ ચુડાસમા (ઉ.વ.૨૮)નું વાહન અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ધારી રહેતો રમેશ દુલાભાઇ ચુડાસમા ૧૫/૧૦ના સાંજે છએક વાગ્યે દેવળા ગામથી બાઇક હંકારી ધારી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ખોડિયાર મંદિર પાસે સામે બીજુ બાઇક અથડાતાં રમેશ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું.

રમેશ ત્રણ ભાઇમાં નાનો અને અપરિણિત હતો. તે ફેબ્રીકેશનનું કામ કરતો હતો. યુવાન દિકરાના મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ધારી પોલીસને જાણ કરી હતી.

(11:40 am IST)
  • " આઈટમ " : મધ્ય પ્રદેશના મહિલા મિનિસ્ટર ઈમરતી દેવીને આઈટમ કહેવા બદલ કોંગી આગેવાન કમલનાથ ફસાયા : ચૂંટણી પંચે 48 કલાકમાં ખુલાસો આપવા નોટિસ ઠપકારી access_time 7:52 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:એક્ટિવ કેસ ઝડપી ઘટીને 7 લાખથી ઓછા :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 54,053 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 77,59,475 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,94,724 થયા : વધુ 74,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 69,46,117 રિકવર થયા : વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,335 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:02 am IST

  • દેશમાં કોવિડ ટેસ્ટની સંખ્યા ૧૦ કરોડે પહોંચવા આવી છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૫ લાખ કોવિડ ટેસ્ટ દેશભરમાં કરવામાં આવ્યા છે જે સાથે કુલ કોવિડ ટેસ્ટની સંખ્યા ૯.૮૭ કરોડે પહોંચવા આવી છે access_time 1:02 pm IST