Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મોરબી જેતપુર રોડની મરામત કામગીરી

મોરબી : જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ૩૦ વર્ષની સરેરાશ ૫૭૯ મીમીની સામે ૧૩૯૧ મીમી પડયો છે જેથી જીલ્લાના રસ્તાઓને પારાવાર નુકશાન થયેલ છે જેને પગલે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયાના પરામર્શમાં રહીને રસ્તાની કામગીરી અગ્રતાના ધોરણે ચાલુ કરવા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પ્રયાસો હાથ ધર્યા હતા.જે અંતર્ગત મોરબી ભકિતનગર સર્કલ બાયપાસ રોડ પર ચાલતા ઓવરબ્રીજ કામને લીધે ટ્રાફીકને અડચણ નિવારવા ટ્રાફીક પોલીસ સતર્ક રાખીને ટ્રાફીક સમસ્યા ઉકેલવા ઉપરાંત બંને બાજુના સર્વિસ રોડને ડામર પટ્ટી કરાવવામાં સફળતા મળી છે સાથે મોરબી હળવદ રોડ પર પેચવર્ક કામગીરી ચાલુ કરાવી મોરબી પીપળી જેતપર  રોડના મરામત અંગેનો વખતો વખત માર્ગ મકાન વિભાગને તાકિદ કરી જાતે રસ લઇ કામગીરી કરાવેલ છે પરંતુ સમયાંતરે વરસાદને લીધે આવી કામગીરીમાં અડચણ આવતી રહે છે અનેક વખત વરસાદની સીઝનમાં મેટલ પેચવર્ક કરેલ પરંતુ ફરી વરસાદ આવતા કામગીરી ધોવાઇ ગયેલ છે. સિરામીક ઉદ્યોગ માટેના હેરફેરના વાહનો, મોટરસાયકલ અને અન્ય વાહનો માટે રોડ ટ્રાફીકેબલ બને માટે માર્ગ મકાન વિભાગને તાકિદ કરતા રહ્યા હોય રોડ પરના ખાડાઓ પુર્વ કોન્ટ્રાકટરોના ખર્ચે રૂ. ૫૪ લાખના ખર્ચે મેટલીંગ કામગીરી પણ કરાવવાની ફરજ પાડવામાં આવી છે. હાલ મેટલીંગની ખાણમાં પાણી ભરાઇ જવાને લીધે સપ્લાયમાં તકલીફ પડે છે. જેનો વિકલ્પ શોધી તાત્કાલીક મરામત કામ ચાલુ કરાયુ છે બનતી ત્વરાએ હોટ મિકસ પ્લાન્ટ દ્વારા ડામર પેચવર્ક કરી પડતી મુશ્કેલીઓને દૂર કરવા તેઓ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યુ હતુ તે ઉપરાંત રોડ પર અવારનવાર ટ્રાફીક સર્જાતો હોય જેથી જીલ્લા પોલીસવડા સાથે પરામર્શ કરીને ટ્રાફીક નિવારણ પોઇન્ટને વધુ સઘન કરાશે તેમ પણ જણાવ્યુ હતુ.

(11:30 am IST)