Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ચોટીલાના ઝરીયા મહાદેવ વિસ્તારમાં વેસ્ટ પ્લાસ્ટિક હટાવ અભિયાન

ચોટીલાઃચોટીલાનાં ઝરીયા મહાદેવ વિસ્તારમાં વેસ્ટ પ્લાસ્ટિક હટાવ અભિયાન ડીવાઇન ડીપ અમદાવાદ અને નેચર કલબ ચોટીલા દ્વારા ચોટીલા પંથકનાં વન વિસ્તાર નજીક આવેલ પ્રસિદ્ઘ ઝરિયા મહાદેવ ખાતે પ્લાસ્ટિક એકત્ર કરવાની કામગીરી કરવામાં આવેલ. મંદિર અને આસપાસનાં વન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિવિધ સ્વરૂપનું પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી તેને રિસાયકલીંગ માટે મોકલવામાં આવેલ છે . પ્લાસ્ટિક એકત્ર કર્યા બાદ ધ્યાન અને બપોરે વન-ભોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અને અહીંયાં આવનારા પ્રવાસીઓને સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક એકત્ર કરવાનું કાર્ય કરનાર સ્વયં સેવકો અને એકત્ર કરાયેલ વેસ્ટ પ્લાસ્ટિક નજરે પડે છે. (તસ્વીર હેમલ શાહ)

(11:39 am IST)