Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મોરબીની લુહાર શિક્ષીકા વાંકાનેર પાસેથી ગૂમ

પોતાની બ્હેનને રવિવારે મળવા આવેલ : ઢુવા પૂલ ઉપર ચાલુ હાલતમાં મોટર સાયકલ-મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યા શું ઘટના ઘટી હશે ? ભારે ચકચારઃ પોલીસમાં પિતાની રાવ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૩ : વાંકાનેર નજીકના ઢુવા પુલ(નેશનલ  હાઇવે) પર મોનીકા નારશીભાઇ પઢારીયા (ઉ.ર૮) નામની યુવતી પોતાના મોટર સાયકલ ડયુટ (જીજે ૩૬-ઇ-૬૬૪૦) લઇને રવિવારની રજાના કારણે સવારે મોરબીથી વાંકાનેર પોતાની બહેન દિપ્તીબેન સંદીપભાઇને મળવા આવેલ હતી. બાદમાં બપોરે ત્રણેક વાગ્યે પોતાના મોટર સાયકલ પર મોરબી જતી વેાળા પુલ ઉપર પોતાનું મોટર સાયકલ ચાલુ હાલતમાં (એન્જિન સ્ટાર્ટ) કોઇ મોનીકા  આવીજ સ્થિતિમાં મોટર સાયકલ મુકી કયા ગુમ થઇ છે તેનો પતો નથી.

કુટુંબીજનો દ્વારા શોધખોળ બાદ ડુવો પોલીસમાં  જાણ કરેલ. જો કે ઢુવા પોલીસ કર્મીઓએ મોરબી ફરીયાદ કરવા કહેલ જયારે મોરબી પોલીસે, વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરવાનું કહેતા મોનીકાના પિતાએ વાંકાનેર પોલીસમાં ઉપરોકત બાબતની જાણ કરતા ગઇકાલે સાંજે તા. રર-૯ ના ગુમસુદાની ફરીયાદ દાખલ થયેલ છે.

મોનીકા નરશીભાઇ પઢારીયા પ્રથમ ટીચર તરીકે મોરબીની ઓમ શાંતિ સ્કુલમાં નોકરી કરતી હતી. બાદમાં ઉમા સંકુલ મોરબીમાં નોકરી કરતી હતી. છેલ્લા બે માસથી લોક ડાઉનના કારણે ઘેર અભ્યાસ કરાવતી હતી.

રહસ્યમય ગુમ થયેલ આ લુહાર યુવતીન પિતાની ફરીયાદ ઢુવા પોલીસે લીધી જ નથી. જો કે ઘટના ત્યાં જ બની હતી. તેણે ફરીયાદી ને મોરબી જવાનું કેમ કહયું તે વિચારાધીન ગણાય. જયારે મોરબી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસમાં આ બાબતની ફરીયાદ કરવા જણાવતા અ ગુમસુમ ફરીયાદ દાખલ થતા આ બનાવ અપહરણ અથવા અન્ય કોઇ અજુગતો બનાવ બન્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ હોવાનું એક કારણ એ પણ છે કે, યુવતીએ જયાં મોટર સાયકલ છોડેલુ ત્યાં જ તેનો મોબાઇલ અને પર્સ પણ સાથે જ પડયા હતાં.

(11:47 am IST)