Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કેશોદ અને શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના મોટા જથ્થાનો કરાયો નાશ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ :કેશોદ અને શીલ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ સમયે ઝડપી પાડી સીઝ કર્યો હતો. જે પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂની જુદી જુદી કંપનીની દારૂ બિયર બોટલ ૧૯,૨૪૫ જેની કિંમત રૂ. ૭૪૬૩૦૦નો મુદ્દામાલ એકઠો કરી જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના તળે વિભાગીય પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ કેશોદ શીલ પોલીસ સ્ટાફ, ડી.વાય.એસ.પી., મામલતદાર, નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં કેશોદ શહેરના ભરડીયા વિસ્તારની ખુલ્લી જગ્યામાં દારૂની બોટલો ગોઠવી બુલડોઝર ફેરવી દઇ વિદેશી દારૂના મસમોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.ઝડપાયેલ લાખોના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તે વેળાએ લોકો પણ દારૂનો થતો નાશ જોવા ઉમટી પડયાં હતા.

(12:51 pm IST)