Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગોંડલના ગોમટાની સીમમાં કુવામાં પડી જતા પિતા-પુત્રના મોત

અકસ્માતે કુવામાં પડી ગયેલા ૮ વર્ષના દર્શનને બચાવવા પિતા હરેશભાઇ કુવામાં પડયા પરંતુ કાળે બંન્નેની જીંદગી છીનવી લીધી (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા. ર૩ : જીલ્લાનાં ગોમટા ગામે નવાગામની સીમમાં કુવામાં પડી જતાં પિતા-પુત્રનાં મૃત્યુની કરૂણ દુર્ઘટનાં આજે સર્જાઇ હતી.

બનાવની વિગતો મુજબ સીમમાં આવેલ કુવામાં અકસ્માતે ૮ વર્ષનો બાળક દર્શન પડી ગયો હતો.

આથી વ્હાલસોયા પુત્રને બચવવા પિતા હરેશભાઇ રવજીભાઇ કંડોલીયા પણ કુવામાં પડયા હતાં. પરંતુ બંન્નેને કાળ આંબી ગયો હતો.

દરમિયાન ગોંડલ ફાયર બ્રિગેડ ઘટનાં સ્થળે પહોંચ્યુ હતું અને ફાયર બ્રીગેડ જવાનો મહાવીરસિંહ, કિશોરભાઇ, દિપકભાઇ, રસિકભાઇ, જયેશભાઇએ બન્નેનાં મૃતદેહો બહાર કાઢી ગોંડલ હોસ્પીટલે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતાં.

આ કરૂણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(4:03 pm IST)