Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નવો અને અનોખો અનુભવ થયોઃ કુશાલ ટંડન

તાજેતરમાં કુશાલ ટંડન અલ્ટ બાલાજી અને ઝી ફાઇવની વેબ સિરીઝ બેબાકીમાં જોવા મળ્યો છે. તેણે આઠ એપિસોડની આ સિરીઝમાં સુફિયાનનો મુખ્ય રોલ નિભાવ્યો છે. કુશાલ ટંડને કહ્યું હતું કે હું આ સિરીઝનું શુટીંગ ઘણા સમય પહેલા જ કરી ચુકયો હતો. મારી સાથે કાયનાતના રોલ માટે જે અભિનેત્રી પસંદ થતી હતી તે સતત બદલતી રહેતી હતી. એક દિવસ જેની સાથે શુટીંગ કર્યુ હોય તે બીજા દિવસે બદલી જતી હતી. આવું અનેક વાર થતાં આ શોના શુટીંગ વખતે મને નવો અને અનોખો અનુભવ થયો હતો. અંતે શિવજ્યોતિ રાજપૂત કાયનાતના રોલ માટે ફાઇનલ થઇ હતી. તેણે આ સિરીઝથી જ અભિનય કારકિર્દી શરૂ કરી છે. શિવ જ્યોતિએ કહ્યું હતું કે આ સિરીઝમાં લવ ટ્રાયેન્ગલ છે. હકિકતમાં મને આવો અનુભવ કદી થયો નથી. મને આ સિરીજમાં કામ કરીને ઘણું સમજવા, શીખવા મળ્યું છે. હું સેટ પર પહોંચી ત્યારે મને એમ હતું કે બધા   મને મારા નામથી બોલાવશે. પરંતુ લોકોએ હિરોઇન-હિરોઇન એવું બોલવાનું શરૂ કરતાં મને થોડું અજીબ લાગ્યું હતું. એ પછી મે લોકોને મને શિવજ્યોતિ અથવા કાયનાત કહીને બોલાવવા કહ્યું હતું. શોમાં સેકન્ડ લિડ રોલ કરણ જોટવાણી નિભાવી રહ્યો છે. સુચિત્રા પિલ્લઇ પણ દમદાર ભુમિકામાં છે.

(9:59 am IST)