Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પાંચ ભાષામાં રિલીઝ થશે અક્ષય કુમાર અને ટાઇગરની ફિલ્‍મ

બોલીવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારે અગાઉ સતત સુપરડુપર હિટ ફિલ્‍મો આપી છે. પરંતુ છેલ્લે તેની બે ફિલ્‍મો બોક્‍સ ઓફિસ પર કમાલ કરી શકી નથી અને ચાહકોને નિરાશ કરી ગઇ છે. જો કે અક્ષય આ બધુ ભુલી નવી ફિલ્‍મના કામમાં કામે લાગ્‍યો છે. અક્ષયકુમાર હવે ટાઇગર શ્રોફ સાથેની ‘બડે મિયાં છોટે મિયાં'નું શુટીંગ શરૂ કરશે. જો કે, આ ફિલ્‍મનું કામ આવતા વર્ષે શરૂ થશે. અલી અબ્‍બાસ જફરની આ ફિલ્‍મ એક્‍શનથી ભરપુર હશે. જેમાં બે હિરોઇનની પસંદગી કરવાની બાકી છે. વાસુ ભગનાની, જેકી ભગનાની, દિપશીખા દેશમુખ અને અલી અબ્‍બાસ ઝફર મળીને આ ફિલ્‍મનું નિર્માણ કરી રહ્યાં છે. આ ફિલ્‍મ હિન્‍દી, તામિલ, તેલુગુ, કન્‍નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. નિર્માતા યુરોપ જઈને લોકેશન તથા લોસ એન્‍જલસની એક્‍શન ટીમ નક્કી કરશે. હાલમાં સ્‍ક્રિપ્‍ટને ફાઇનલ કરવા પર ધ્‍યાન કેન્‍દ્રીત કરાયું છે.

(9:55 am IST)