Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સરદાર સરોવર નર્મદા ડેમ દ્વારા છેલ્લાં ૧૬ વર્ષમાં રૂ.૧૦ હજાર કરોડ થી વધુની વિજળી ઉત્પન્ન કરાઈ

ડેમના બન્ને જળવિધુત મથકોનું અત્યાર સુધી ૬૩૮૬ કરોડ યુનિટ પાવર જનરેશન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ અનેક વિરોધ,પુનવરસન સહિતની સમસ્યા બાદ 121.92 મીટરથી 30 ગેટ મૂકી ડેમની ઊંચાઈ 138. 68 મીટર લઈ જવાની કામગીરી પૂર્ણ થઈ હતી.હજી નહેરોની કામગીરી બાકી છે.સમગ્ર સરદાર સરોવર નર્મદા યોજના રૂ.70,000 કરોડથી વધુને ખર્ચને સ્પર્શી ગઈ છે.
               જાણવા મળ્યા મુજબ હાલ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક અને સુપ્રિમની પૂર્ણ ડેમ ભરવાની મંજૂરી બાદ 138.68 મિટરની સર્વોચ્ચ સપાટી પાર કરવા નર્મદા ડેમ આગળ વધી રહ્યો છે. વર્ષ 2004માં રૂ.4670 કરોડ ના ખર્ચે બનેલ ડેમના રિવરબેડ અને કેનાલહેડ પાવર હાઉસના 11 ટર્બાઇન ની કુલ ક્ષમતા 1450 મેગાવોટ દ્વારા 16 વર્ષમાં કુલ 6386 કરોડ યુનિટ એટલે કે સરકારી કિંમત મુજબ રૂ.10,825 કરોડની વીજળી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ડેટા મુજબ ઉત્પન્ન કરી છે.જેને જોતા ડેમ પાવર હાઉસ નો ખર્ચ રૂ.4670 કરોડ અને 84 લાખ ઘનમીટર કોન્ક્રીટ ખર્ચ રૂ.1690 કરોડ સરભર થઈ ગયો છે એમ કહી શકાય.

(5:29 pm IST)