Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નર્મદા BTS દ્વારા આદિવાસીઓની જમીનમાં ફેરફાર નહીં કરવા તથા ખાનગી કંપનીઓને નહીં આપવા બાબતે આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા કલેક્ટર અને દેડીયાપાડા મામલતદારને બીટીએસ દ્વારા આદિવાસીઓની જમીનમાં ફેરફાર નહીં કરવા તથા જંગલોને ખાનગી કંપનીઓને નહીં આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .

આવેદનપત્રોમાં જણાવ્યા મુજબ આદિવાસીઓની જમીન છીનવાઈ ન જાય તે માટે સરકારે ૧૯૬૧ માં ૭૩ અ અ તથા ૧૯૮૧ માં ૭૩ અ અ જેવા કાયદાની જોગવાઇ કરેલી છે.તા. ૪/૮/૨૦૨૦ ના રોજ મળેલી આદિજાતિ સલાહકાર સમિતિની બેઠક મળી હતી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ૭૩ અ અ માં સુધારા અને ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો,સીએમ વિજય રૂપાણી દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરી સુધારો કરાવાની જાહેરાત કરવામાં આવી હતી.
નીતિ આયોગ દ્વારા જંગલ પુનઃ જીવિત કરવા માટે પી પી પી મોડેલ બનાવવા ખાનગી કંપનીઓને સોંપવા વિચારણા કરી રહી છે ત્યારે જંગલોનો વિકાસ સારી બાબત છે પણ જંગલ માં વસનારા આદિવાસી મુશ્કેલીમાં ‌મૂકાય જશે જંગલો,જમીનો,પાણીના સ્ત્રોત,વન પેદાશો,ઔષધિયો પર આદિવાસીઓના અધિકારો છીનવાઈ જશે,જંગલ પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવશે તો પશુઓના ચારણ માટે મુશ્કેલીઓ ઉભી થશે જળ,જંગલ,જમીન માંથી આદિવાસીઓ ને બેદખલ કરવામાં આવશે આ બાબતે સમગ્ર આદિવાસી સમાજ ભેગો કરી ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ઉપરાંત નર્મદા કલેક્ટર ને આપવામાં આવેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે આર.બી.સી.ને આપેલા આદિવાસી ઓના બોગસ પ્રમાણપત્ર રદ કરવા તથા કાનૂની પગલાં ભરવાં બાબતે રજુઆત કરવા માં આવી હતી.આ પ્રસંગે ભારતીય ટ્રાયબલ કિસાન મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા, નમૅદા જિલ્લા પંચાયત અધ્યક્ષ બાહદૂરભાઈ વસાવા, નમૅદા જિલ્લા બીટીપી પ્રમુખ મહેશભાઇ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ માધવસિંહ વસાવા દેડિયાપાડા તાલુકા બીટીપી પ્રમુખ દેવેન્દ્ર વસાવા, શબનાબેન આરબ જિલ્લા પ્રમુખ, મહિલા મોરચો માયનોરિટી સેલ સહિત અન્ય કાયૅકારો ઉપસ્થિત રહ્યા હતા.

(3:17 pm IST)