Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અમદાવાદમાં વ્‍યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ જીવ દીધોઃ લોકડાઉનમાં ધંધો ઠપ્‍પ થઇ ગયો હતોઃ વીડિયો વાયરલ કરીને આત્‍મહત્‍યા કરી હતી

અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંકએ કોઈનો જીવ લીધો છે. રામોલમાં રહેતા એક વેપારીએ તેના જ કૌટુંબિક અને મિત્રો પાસેથી દસેક લાખ રૂપિયા વ્યાજે લીધા. લોકડાઉનને કારણે ધંધો ઠપ થતા તે ન ચૂકવી શક્યો. પણ વ્યાજખોરોએ ઉઘરાણી આજે ત્રાસ આપવાનું યથાવત રાખતા વેપારીએ આપઘાત કરી લીધો. વેપારીએ આપઘાત કરતા એક વિડીયો પણ બનાવ્યો.

વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત- તમામ વ્યાજખોરો મૃતકના કૌટુંબિક અને મિત્રો- દસેક લાખ રૂપિયા લીધા હતા મૃતકે- લોકડાઉનમાં મૃતકનો ધંધો ઠપ થઈ જતા વ્યાજે નાણાં લીધા હતા- લોકડાઉનમાં લોકોની સેવા કરવામાં મૃતક પોલીસને સહાયક બન્યો હતો.

શોકત ખાને ચારેક દિવસ પહેલા ઘરમાં જ લટકીને આપઘાત કરી લીધો. તેની પત્નીએ આક્ષેપ કર્યો છે કે શોકત ખાને બે વર્ષ પહેલા દૂધના ટેન્કરની સફાઇ કરવાનો ધંધો શરૂ કર્યો હતો. શોકત ખાનએ ધંધા માટે ઈબ્રાહીમ મલેક પાસેથી ધંધા માટે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની બદલીમાં મકાન તેમને ગીરવે આપ્યું હતું.

મહિને દસ હજાર રૂપિયા પણ ચૂકવતા હતા. સીબુ નામના વ્યક્તિ પાસેથી 1 લાખ, જાકીર પાસેથી 3 લાખ અને અકુમીયા પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે આ તમામ લોકોને દસ અને ત્રીસ હજાર શોકત ખાને આપ્યા હોવા છતાં તે લોકો ત્રાસ આપતા હતા અને તેનાથી કંટાળી શોકત ખાનએ આપઘાત કરી લીધો. આપઘાત કરતા પહેલા વિડીયો પણ બનાવ્યો.

પોલીસે આ મામલે ઇબ્રાહિમ નામના એક વ્યાજખોર ની ધરપકડ કરી. પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે મૃતક એ પકડાયેલ આરોપીનો કૌટુંબિક જમાઈ છે અને જરૂર પડતા તેને પૈસા આપ્યા હતા. તેણે કોઈ ત્રાસ નથી આપ્યો. માત્ર મકાનનું લખાણ સ્ટેમ્પ પેપર પર લખાવ્યું હતું. બાકીના જે આરોપીઓ છે તે લોકો મૃતક શોકત ખાનના મિત્રો જ છે.

(5:17 pm IST)