Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લીંબડી સબ જેલમાં કોરોનાનો વિસ્ફોટ : એકસાથે 39 કેદીઓ ઝપટમાં એક પોલીસકર્મી પણ સંક્રમિત

મામલતદાર અને નાયબ કલેકટર ઘટનાસ્થળે: આરોગ્ય વિભાગ અને DyCPની ટીમ પહોંચી

સુરેન્દ્રનગરના લીંબડીની સબ જેલમાં 39 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ  મચી ગયો છે સબજેલના એક પોલીસ કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એકસાથે 40 કોરોના પોઝિટિવ કેસને લઈ તંત્ર દોડતું થયું છે. લીંબડી મામલતદાર અને નાયબ કલેકટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગ અને DyCPની ટીમ પહોંચી હતી.

આજે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1330 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે એક જ દિવસમાં 72 હજાર 690 ટેસ્ટ કરાયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખ 5 હજાર 671 પર પહોંચી છે. આજે 15 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ 3123 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં 1276 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. કુલ 86,034 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 16,514 કોરોના એક્ટિવ કેસ છે.

(11:49 pm IST)