Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

FDCA-ગુજરાત અને USFDA વચ્ચે ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ

USFDAની ટીમ આરોગ્ય મંત્રી ઋષિકેષભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે

ગાંધીનગર : FDCA, Gujarat અને USFDA વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રદાન કરવા માટે “FDCA, Gujarat – USFDA Regulatory Forum”નું ગઠન થયું છે. જેમાં Regulatory Forum હેઠળ આ બન્ને સંસ્થાઓ સમયાંતરે મિટીંગ યોજીને પરસ્પર માહિતી તેમજ તકનીકી બાબતોનું આદાન-પ્રદાનની દિશામાં વધુ આગળ વધવા કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર ખાતે ત્રિમાસિક મીટીંગ યોજવામાં આવી હતી.
USFDA ટીમ દ્વારા  Indo-US Vaccination programme હેઠળ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મા અમૃતમ, વાત્સલ્ય યોજના દરમિયાન દર શુક્રવારે વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવે છે જેવી કામગીરીની વિગતો આપી હતી. ન્યુમોકોકલ વેક્સીન અને સર્વાઈકલ કેન્સર વેક્સીન જનતાને નિશુલ્ક આપવા જેવી બાબતો ઉપર સરકાર વિચારણા કરી રહી છે. ગુજરાત રાજ્ય દવાના ઉત્પાદનમાં મોખરાના સ્થાન સાથે રાહત દરે ગુણવત્તાયુક્ત દવાઓ સરળતાથી જાહેર જનતાને પુરી પાડવા પ્રતિબદ્ધ છે અને રહેશે. આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત તા.૧૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રી-ઇવેન્ટ સમિટ સહભાગી થવા USFDAની ટીમને મંત્રીશ્રીએ આમંત્રણ આપ્યું હતુ.
આ દરમિયાન અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પરસ્પર માહિતી તેમજ તકનીકી બાબતોનું આદાન-પ્રદાનની દિશામાં આગળ વધવા અને રાજ્યના ડ્રગ રેગુલેટરસને અદ્યતન બાબતઓમાં ટ્રેનિંગ આપવા માટે ચર્ચા કરેલ અને રાજ્યની ડ્રગ લેબોરેટરી ને સેન્ટર ઓફ એક્શેલન્સ  તરીકે  પ્રસ્થાપિત કરવા માટે ચર્ચા કરતા US FDA દ્વારા આ બાબતે સંમતી દર્શાવી છે. તેઓએ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા વિવિધ યોજનાઓ જેવી કે નોન-કોમ્યુનીકેબલ ડીસીસ, સરવાઇકલ કેન્સર અને નેશનલ હેલ્થ પ્રોગ્રામ ને સુદ્રઢ બનાવવા USFDA સાથે વાર્તાલાપ કર્યો હતો.  
આ મુલાકાત દરમિયાન US FDA ટીમ દ્વારા ભારત વિશ્વ ક્ષેત્રે દવા ઉત્પાદનમાં મોખરાનુ સ્થાન ધરાવે છે જ્યારે ગુજરાત તેમાં અગ્રેસર રાજ્યનું સ્થાન ધરાવે છે. ભારત સરકાર દ્વારા New PLI (Production linked Incentive Scheme) સ્કીમ હેઠળ ગુજરાત રાજ્યના દવાના ઉત્પાદકોને લાભ મળશે જેની પ્રશંસા કરી હતી.    
આ બેઠકમાં USFDA ટીમ વતી ડૉ. સારા મેકમુલન, ડાયરેક્ટર, USFDA, ભારત ઓફીસના વડપણ હેઠળ તેમના અન્ય અધિકારીઓ પ્રીથા રાજારામન, ડૉ.સુધીન્દ્ર કુલકર્ણી, સૈયદ અસ્રફુઝામન, જેક્વીન જોન્સ અને ધ્રુવ શાહ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વડીકચેરી અને વર્તુળ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

(7:57 pm IST)