Gujarati News

Gujarati News

ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દુબઇમાં : વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦રર પહેલાં દુબઇમાં રોડ-શૉ વન-ટુ-વન સહિતના ભરચક કાર્યક્રમો : ધ ઓબેરોય હોટલમાં આજે સાંજે યોજાશે રોડ-શૉ : વન-ટુ-વન બેઠકના ઉપક્રમમાં ૮ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે મુલાકાત :અબુધાબીની શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ તથા બી.એ.પી.એસ મંદિરની મુલાકાત લેશે ગુજરાત પ્રતિનિધિમંડળ: વર્લ્ડ એક્સપોની મુલાકાતથી મુખ્યમંત્રીશ્રી દુબઇ પ્રવાસનો પ્રારંભ કરશે : રોડ-શૉ પહેલા મુખ્યમંત્રીશ્રીની યુ.એ.ઇ ના ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ તથા સ્ટેટ મિનિસ્ટર ફોર ફોરેન ટ્રેડ સાથે બેઠક યોજાશે access_time 11:10 am IST

૭ દિવસમાં ચાર્જશીટથી માંડી ફાંસી સુધીની કવાયત : ભીતરી કથા: અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર ઉપર ૨૬૪ પાનાનુ ચાર્જશીટ તૈયાર કરવા માટે એફએસએલ પાસે ફકત ૫ દીવસમાં રિપોર્ટ મેળવવામાં આવેલ, રેરેસ્ટ ઓફ ધ રેર કેશ : પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પ્રથમ દિવસે જ ૨૫૦ પોલીસ ટીમ મેદાને ઉતારવા સાથે કેસમાં ગરીબ પરિવારને ન્યાય આપવવા માટે મૂળ રાજકોટના ૨ પોલીસ અધિકારીઓ એસીપી જય કુમાર પંડયા અને જે.પી.જાડેજાને સરકારી વકીલ સાથે રોજે રોજ સંપર્કમાં રહેવા સોંપેલ કામગીરી આ બન્ને અધિકારીઓ દ્વારા ખૂબ નિષ્ઠાથી નિભાવવામાં આવેલ : સામાન્ય અને ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી : પણ પોલીસ સાથે રહ્યા અને તમામ કાર્યવાહી ઝડપી બને તે માટે દિલથી પ્રયાસો કરેલ access_time 2:58 pm IST

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત માછીમારો માટે રૂા. ર૬પ લાખનું માછીમાર રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર : પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી: બોટ જાળ/ સાધન સામગ્રીના નુકશાન માટે સહાય પેટે નુકશાનીના ૫૦% અથવા રૂા.૩૫ હજાર સુધી બેમાંથી જે આછું હોય તે સહાય મળવાપાત્ર :અંશત: નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલનેટર બોટના કિસ્સામાં નુકશાનીના અંદાજના ૫૦% ટકા અથવા રૂા. ર લાખ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર: અંશત: નુકશાની પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલનેટર બોટના કિસ્સામાં રૂા. પાંચ લાખ કે રૂા. ૧૦ લાખ સુધીની લોન મેળવે તો ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે access_time 8:13 pm IST