Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગાંધીનગર સિવિલમાં સ્ટબ બ્રર્ધ અગમ્ય કારણોસર ફાસો ખાઈ મોતને વહાલુ કરતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ એટલે કે સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતો અને સિવિલ સંકુલમાં આવેલા સ્ટાફ કવાર્ટસમાં રહેતા યુવાને આજે સવારે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ સે-૭ પોલીસને કરવામાં આવતાં યુવાનના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી નર્સીંગ સ્ટાફમાં બ્રધર તરીકે સેવા આપતા ફેડરીક ચંદુભાઈ પરમાર મુળ નડીયાદ  આજે સવારે મિત્રને મળીને સિવિલ સંકુલમાં આવેલા પોતાના કવાર્ટસ ૧ર/૬માં ગયા હતા. જયાંથી લાંબા સમય સુધી પરત ફર્યા નહોતા. જેથી રૃમ ઉપર જઈને તપાસ કરતાં દરવાજો બંધ હતો.તે દરમ્યાન ફેડરીકની પત્નિ કે જે સિવિલના નર્સ તરીકે સેવા આપે છે તે હોસ્પિટલમાં ફરજ ઉપર હતી. જેથી તેને પણ દરવાજો અંદરથી બંધ હોવાની અને ફેડરીક ફોન નહીં ઉપાડતો હોવાની જાણ કરવામાં આવી હતી. તેણી પણ કવાર્ટસ ઉપર પહોંચી હતી અને દરવાજો તોડી અંદર જોતાં ફેડરીકે હુકમાં રૃમાલ વડે ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં હતો. જેથી આ ઘટના અંગે સે-૭ પોલીસને જાણ કરવામાં પોલીસ કવાર્ટસ ઉપર દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે તપાસની ગતિવિધિઓ શરૃ કરી છે. તો બીજી બાજુ ફેડરીકના મૃતદેહને તેના મુળ વતન નડીયાદ ખાતે મોકલવામાં આવ્યો હતો. ફેડરીકના અવસાનથી હોસ્પિટલના કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કર્મચારીઓની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. કયા કારણોસર યુવાને આ અંતિમ પગલું ભરી લીધું તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.  

(5:23 pm IST)