Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડોદરાના ડભોઇ તાલુકામાં ક્રિકેટ એકેડમીમાં જતા કિશોરને ટ્રકે ટક્કર મારતા યુવકનું કમકમાટીભર્યું મોત

વડોદરા : ડભોઇ તાલુકાના લઠ્ઠાપુરા ગામના વળાંક પાસે એક ટ્રકે ટક્કર મારતા ડભોઇ ખાતે ક્રિકેટ એકેડમીમાં જતા વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે વડોદરામાં માણેજા ક્રોસિંગ પાસે અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા ભાવેશ પ્રવિણભાઇ પટેલનો ૧૫ વર્ષનો મોટો પુત્ર કુશ સંખેડા તાલુકાના હાંડોદ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં રહી પીપળસટ ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે બપોરે તે મંદિરનું સ્કૂટર લઇને  ડભોઇ ખાતે ક્રિકેટ એકેડમીમાં જતો હતો ત્યારે લઠ્ઠાપુરા ગામ પાસે વળાંક પાસે બોરિયાદ ગામે એક ટ્રકે  સ્કૂટરને જોરદાર ટક્કર મારતા કુશ રોડ પર પટકાયો હતો.

દરમિયાન કુશને ડભોઇ સરકારી દવાખાને લઇ જતા તેનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ડભોઇ પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોધી વધુ તપાસ શરૃ કરી છે.

(6:13 pm IST)