Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદના પાલડી વિસ્તારમાં ચાર રસ્તા પર યુવતીની છેડતી કરનાર યુવાનને લોકોએ મેથીપાક ચખાડ્યો

અમદાવાદ: પાલડી ચંદ્રનગર ચાર રસ્તા પાસે સવારે યુવતીની બનાવ બનતા ટોળાંએ યુવકને મારમાર્યો હતો. સ્થાનિકોએ પોલીસ બોલાવવાનું કહેતા યુવતીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પાલડી ચંદ્રનગર ચાર રસ્તાથી શાંતિવન જવાના રોડ પર આજે સવારે આરએસએસ ગાર્ડન પાસે અમુલ પાર્લર નજીક એક્ટિવા પર સવાર યુવતીની છેડતીનો બનાવ બન્યો હતો. બાઈક સવાર યુવકની હરક્તથી હેબતાઈ ગયેલી યુવતીએ બુમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થયા હતા. યુવતીએ આંખમાં આંસુ સાથે બાઈક સવારે છેડતી કર્યાની વિગત કહી હતી. બનાવને પગલે સ્થાનિકોએ યુવકને પકડી મારમાર્યો તેમજ પોલીસને બોલાવવા તજવીજ કરી હતી. જોકે યુવતીએ ફરિયાદ કરવાનો ઇનકાર કરતા યુવકને વૉર્નિંગ આપી લોકોએ જવા દીધો હતો.

(6:32 pm IST)